ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 29 કેસ નોંધાયા છે. 29 કેસમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં 4, વડોદરામાં 6, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 4, કચ્છમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 28 દર્દીઓ સારવાર હેઠળ છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યાં છે કે અમેરિકામાં વસતા 6 ગુજરાતીઓ લંડન એરપોર્ટ પર ફસાયા છે. ગ્રીન કાર્ડ ધારકોને જ અમેરિકામાં પ્રવેશ આપવાના નિર્ણય લેતા મુશ્કેલી સર્જાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 29 કેસ, એકનું મોત, 28 દર્દી સારવાર હેઠળ


મળતી માહિતી મુજબ ફસાયેલા 6 લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે અને છેલ્લા 20 કલાક કરતા પણ વધુ સમયથી લંડન એરપોર્ટ પર ફસાયેલા છે. આ 6 ગુજરાતીઓ મિત્રો સાથે મોરક્કો ફરવા ગયા હતાં. ફસાયેલા લોકો પાસે ગ્રીન કાર્ડ હોવાથી મૂંજવણમાં મૂકાયા છે. આ બાજુ ભારતે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. તેમને અમેરિકા કે ભારત ક્યાંય પણ પરત ફરવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. 


અત્રે જણાવવાનું કે ભારતમાં હાલ કોરોનાના 421 પોઝિટિવ કેસ આવ્યાં છે. 9 લોકોના મોત થયા છે. 24 લોકો રિકવર થયા છે. જ્યારે 388 લોકો સારવાર હેઠળ છે. પીએમ મોદીએ લોકડાઉનને ગંભીરતાથી ન લેનારા લોકોને ચેતવ્યા છે અને ગંભીરતાપૂર્વક લોકડાઉનના નિર્દેશોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. 


વડોદરા: શ્રીલંકા ફરીને આવેલા દંપત્તિ સહિત ઘરના 4ના કોરોના રિપોર્ટ પોઝિટિવ, કુલ 6 કેસ 


લોકડાઉનની સ્થિતિ પર પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે. 


અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા કેસોના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં મહત્વના શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર લોકડાઉન છે. રવિવારે તો લોકોએ શાંતિ જાળવી પરંતુ સોમવારે ઠેર ઠેર લોકોના જમાવડા જોવા મળી રહ્યાં છે. દિલ્હી-નોઈડા એક્સપ્રેસ હાઈવે પર તો સોમવારે જામ લાગી ગયો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વીટ સામે આવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube