ખંડવાઃ ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં હોડી પલટી મારી ગઈ હતી. જેમાં ભાવનગરના એક જ પરિવારના છ લોકો લોકો સવાર હતા. હોડી પલટી મારવાને કારણે એક બાળકનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ લાપતા છે. જ્યારે અન્ય ચાર લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર ઓમકારેશ્વર નજીક કોટી તીર્થ ઘાટમાં ભાવનગરથી મનપાના નિવૃત્ત કર્મચારી રશ્મિભાઈ વ્યાસ પોતાના બાળકો અને પરિવારના છ સભ્યો સાથે ગયા હતા. નર્મદા નદીમાં હોડીમાં સફર કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારે પવન અને વરસાદને કારણે હોડી ઉંધી વળી ગઈ હતી. હોડી પલટી જતાં છ લોકો ડૂબી ગયા હતા. જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ લાપતા છે. તો અન્ય ચારને બચાવી લેવામાં આવ્યા છે. 


હોડી ઊંધી મળી જતા નદીમાં હાજર અન્ય વ્યક્તિઓની મદદથી બે મહિલા અને અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા ગતા. જ્યારે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube