ભાવનગરમાં મોટી દુર્ઘટના: જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 20નું રેસ્ક્યુ, હજું અનેક દટાયાની આશંકા
ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં અનેક લોકો કાટમાળમાં ફસાયાના ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ કેટલાંક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજકોટથી પકડાયેલા આતંકીઓના ખતરનાક હતા મનસૂબા, સોની બજારને આ રીતે બનાવ્યુ હતુ ટાર્ગેટ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ કરાયા છે. અનેક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.
હરિયાણાનો 'શેર' ગુજરાતની કાયદો-વ્યવસ્થા સંભાળશે, સરકારે આ કારણસર આપી મોટી જવાબદારી
ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયા બાદ કાટમાળ હટાવવા માટે મોટી મશીનરીની મદદ લેવાઈ છે. એટલું જ નહીં, સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા છે.
કહેતા નહિ કે ગુજરાતમા દારૂબંધી છે, 7 દિવસમા 2723 નબીરા દારૂ ઢીંચી ગાડી ચલાવતા પકડાયા
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગ જર્જરિત હતું, જેમાં 200થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ પણ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ ના થઈ તે મોટો સવાલ છે. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિકો પણ કાટમાળ હટાવવા માટે મદદ કરી રહ્યા છે.
40 વર્ષની ઉંમરે રિટાયર, ખિસ્સામાં રહેશે 10 કરોડ... જાણો શું છે 15x15x15 ફોર્મ્યુલા