સુરતઃ સુરતની શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી...અનેક કારીગરો બેકાર બન્યા છે. ઘણા રત્નકલાકારોએ સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે...હવે તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે...અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે...ત્યારે કેવી છે હીરાની આ મંદી?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હવે સુરતની 'સૂરત' બદલાઈ જશે?
શાન કહેવાતા હીરા ઉદ્યોગ જોરદાર મંદી
રત્નકલાકારો છોડી રહ્યા છે સુરત 
નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી 
હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢો સરકાર 


જે સુરતની શાન કહેવાય છે તે હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના વાવળમાં એવો ફસાયો છે કે તે બહાર નીકળી શક્તો જ નથી...કલ્પના ન કરી હોય તેવી આ મંદીથી બહાર કેમ નીકળવું તે નતો રત્નકલાકારને સમજાય છે...નતો ઉદ્યોગકારોને કંઈ સમજાય છે...મંદીને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થતાં અનેક રત્નકલાકારો સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે...થોડા ઘણાં જે બચ્યા છે તે પણ ગામડે જવાની તૈયારીઓ કરી રહ્યા છે...હવે તો નાના ઉદ્યોગકારો પણ તુટવા લાગ્યા છે...અને એવા તુટવા લાગ્યા છે કે તેમણે હીરાની ઘંટીઓ વેચવા કાઢી દીધી છે.


આ પણ વાંચોઃ ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ


હીરામાં મંદીને કારણે નાના હીરા ઉદ્યોગકારો પાસે યુનિટ ચલાવવાના પૈસા રહ્યા નથી....મકાનના ભાડા ભરી શકાય તેવી સ્થિતિ રહી નથી...જેના કારણે અનેક ઉદ્યોગકારોએ હીરાની ઘંટીઓ ભંગારમાં આપી છે...અંદાજિત ચાર હજાર જેટલી હીરાની ઘંટીઓ ભંગારમાં આવી છે...કામ ન મળતું હોવાથી નાના ઉદ્યોગકારો હવે હીરાને હંમેશા માટે છોડી અન્ય ધંધામાં શિફ્ટ થઈ રહ્યા છે....


હીરા ઉદ્યોગમાં મંદીથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાવા લાગ્યા છે...ભંગારના ઉદ્યોગમાં જાણે તેજી હોય તેમ લાગી રહ્યું છે...કારણ કે અનેક ઉદ્યોગકારો ઘંટીઓ વેચા રહ્યા છે...ત્યારે મંદીનો આ માર ક્યાં સુધી ઝેલવો પડશે તેનો જવાબ કોઈ આપી શક્તું નથી...સરકારે સુરતની સૂરત કહેવાતા આ ઉદ્યોગને બચાવવા માટે કંઈક કરવું જ પડશે...નહીં તો જે સુરત લઘુ ભારતના દર્શન કરાવતું હતું તે સુરત માત્ર સુરત રહી જશે.