ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના ગોંડલ રોડ આવેલી પાઈનવિટા હોટલ ફરી એકવાર વિવાદમા આવી છે. આ હોટલમાં ફરી એક વખત દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બીજા માળેની ખુલ્લી બારીમાંથી સોની પરિવારની અઢી વર્ષની બાળકી નીચે પટકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોઈન્ટ વિટા હોટલમાં હોટલમાં આવી જ દુર્ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં પોઈન્ટ વિટા હોટલની બીજા માળેથી ખુલ્લી બારીમાંથી અઢી વર્ષની બાળકી નીચે પડી હતી. ગોપાલભાઈ સોનીનો પરિવાર હોટલમાં રોકાયો હતો, જેઓએ બીજા માળે 201 નંબરનો રૂમ આપવામાં આવ્યો હતો. ગોપાલભાઈ સોનીનો પરિવાર સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યો હતો, અને હોટલમાં રોકાયો તો. ત્યારે બીજા માળેથી નીચે પટકાતા સોની પરિવારની નાઈશા નામની બાળકી નીચે પટકાઈ હતી. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. 


આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બસ ખીણમાં પડતા 9 ના મોત



અગાઉ પણ પોઈન્ટ વિટા હોટલમાં હોટલમાં દુર્ઘટના બની છે. અગાઉ ગત વર્ષે 2 ડિસેમ્બરના 403 નંબરમાં રૂમમાંથી એક બાળકી નીચે પટકાતા તેનુ મોત થયું હતું. માત્ર છ મહિનાના ગાળામા બનેલો આ બીજો બનાવ છે. તે સમયે પુણાથી એક પરિવાર સગાઈ પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યો હતો, જેમની બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ હતી. જેથી બાળકીનુ મોત નિપજ્યુ હતું.


રાજકોટની પોઈન્ટ વિટા હોટલમાં છ મહિનામાં બીજી ઘટનાથી અનેક સવાલો ઉભા થાય છે. શું હોટલના રૂમની બારીઓ જોખમી છે, શુ હોટલના તંત્રને હોટલમાં રોકાતા ગ્રાહકોની કોઈ ચિંતા નથી. છ મહિના પહેલી બનેલી ઘટનામાં પણ તેઓએ કોઈ બોધપાઠ લીધો નથી. 


આ પણ વાંચો : 


શિક્ષક પર હેવાનિયતનું ભૂત સવાર થયું, વિદ્યાર્થીનીનો વોશરૂમનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરીને દુષ્કર્મ કર્યુ


અત્યંત શોકિંગ!!! ખેડામાં મોબાઈલ ગેમ રમવા સગીર ભાઈએ 11 વર્ષના ભાઈની હત્યા કરી