સુરત : પાંડેસરા વિસ્તારમાં ગત્ત રાત્રે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાતા પાંડેસરા પોલીસે ડીંડોલીના માથાભારે યુવાનની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં તુશુ ભાઇ બનવાનો અને અહીંનો દાદો બનીને ફરે છે. તારી કોઇ હેસિયત નથી જો હું પણ છરો રાખું છું એમ કહીને અપમાનિત કરીને તેને ચપ્પુના ઘા ઝીંકીને રહેંસી નાખ્યાની હત્યારાએ કબુલાત કરી છે. સુરતમાં જાણે લુખ્ખા તત્વોના મનમાં પોલીસનો કોઇ જ ડર નથી. બેખોફ થઇને ફરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના યુવા પોલીસ કર્મચારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

નવી સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં નોકરી કરતા હતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી નિખીલ રતિલાલ વણકરની પાંડેસરા આર્વીભઆવ સોસાયટીમાં સાંઇઇશ્વર મહાદેવ મંદિરની ગલીમાંથી જાંધના ભાગે ચપ્પુના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યારા નિલેશ ઉર્ફે ભીખા પાટીલની ધરપકડ કરી છે. 


ચકલા પોપટ, ધોડીપાસ અને તિનપત્તી રાજકોટવાસીઓ માટે થયું જૂનુ, નવી સ્ટાઈલથી જુગાર રમતા પકડાયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો નિખીલ અગાઉ પાંડેસરા હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ હેઠળ કોરોના ડિપાર્ટમેન્ટમાં સર્વેલાન્સ વર્કર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તે નિલેશ પાટીલના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા 15-20 દિવસથી નિયમિત રીતે મળતા હતા. 


અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું

બીજી તરફ માથારભારે પ્રકૃતિના નિલેશને ભાઇ બનવાનો શોખ હોવાથી તે પોતાની સાથે ચપ્પુ કે છરો રાખતો હતો. જેથી નિખીલ નિલેશને કહેતો હતો કે તુ શું ભાઇ બને છે તારી હેસીયત નથી. તુશું છરો રાખે છે મારી પાસે ગુપ્તી છે. તેમ કહીને છરો બતાવ્યો હતો અને બધા મિત્રોની વચ્ચે અપમાનીત મરતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર