મોડાસા : મોડાસા ગ્રામ્ય વિસ્તારના રાજેન્દ્રનગર ચોકડી પાસેથી એક કારમાં સીટોની નીચે ચોર ખાનામાં ભરી આગ્રાથી રાજકોટ લઇ જવાતો બિન કાયદેસર શંકાસ્પદ ૪૧૬ કિલો ચાંદીનો જથ્થો પોલીસે જડપી પાડ્યો છે. ત્યાર બાદ આ જથ્થો ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હતું કે દારૂ હોઇ શકે છે પરંતુ ચાંદી મળી આવતા તે પણ તોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: જે કોરલ પથ્થરને બચાવવા આખુ વિશ્વ કરે છે પ્રયાસ, અહીં ખુલ્લેઆમ વેચાય છે


મોડાસા રૂરલ પોલીસ ગ્રામ્ય વિસ્તારના ઉદેપુરથી હિમતનગર તરફના નેશનલ હાઈવેમાં રાજેન્દ્રનગર ચોકડી પાસેના ગઢડા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાનમાં બાતમી મળી હતી કે, એક કારમાં બિન કાયદેસર શંકાસ્પદ જથ્થો ભરી લઇ જવામાં આવનાર છે. જેના આધારે પોલીસે રાજસ્થાન બાજુથી આવતી કાર નંબર જીજે -૦૯- બી -૭૬૭૨ શંકાસ્પદ જાણતા તપાસ અર્થે ઉભી રખાવી હતી. ત્યાર બાદ આ કારમાં તપાસ હાથ ધરતા તેમાં પાછળની સીટોની અંદર ચોર ખાનું બનાવી તેમાં ભરેલી ચાંદીના દાગીના તેમજ ચાંદી સહીત કુલ ૪૧૬.૪૫ કિલો ચાંદીનો જથ્થો કિંમત ૨.૨૪ કરોડનો પોલીસે જડપી પાડ્યો હતો. 


હાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી


પોલીસે આ ગુના હેઠળ ચાંદી તેમજ અન્ય માલસામાન સહીત કુલ ૨.કરોડ ૨૬ લાખ ૭૮૮ નો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આ ચાંદીનો જથ્થો કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા વગર લઇ જવાતો હતો. જેને જડપી પાડી તપાસ હાથ ધરી છે સાથે આ જથ્થો ભરી આવતા ધર્મેન્દ્ર ખેગારભાઈ ખોડિયા ( બ્રાહ્મણ ) રહેવાસી રાજકોટ અને વિજય જદુરામ દાણીધારિયાની રહેવાસી રાજકોટની અટકાયત કરી આ શંકાસ્પદ ચાંદીના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube