મોરબી : હાલમાં મોરબી (Morbi)ના મહેન્દ્રનગર ગામ પાસે એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાર્ક કરેલી કારમાં સાપ (Snake) ચડી ગયો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આખરે સાપ પકડનાર વ્યક્તિને બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ લોકોના વાહનમાં સાપ મળી આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં સાપ ઘૂસી જવાના બનાવો અનેકવાર સામે આવતા રહે છે. હવે કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લક્ઝુરિયસ કારમાં સાપ ઘૂસી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. મોરબીના ધારાશાસ્ત્રી રાજુભાઈ પાટડીયાની બ્લેક કલરની કારમાં એન્જીન વચ્ચે નાગ દેવતા ઘૂસી જતા થોડીવાર આજુબાજુમાં ભયનો માહોલ સર્જાયો હતો.


કારમાંથી બહાર કાઢવામાં આવેલા સાપ આશરે સાડા ચાર ફૂટ લાંબો હતો. સાપ પકડનાર વ્યક્તિએ સાપને પણ કોઈ ઇજા ન પહોંચે તે રીતે તેને કારના બોનેટમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો. સાપને બહાર કાઢીને તેને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube