• વોશિંગ મશીન, મોપેડ બાદ હવે એસીમાં સાપ ઘૂસવાનો બનાવ બન્યો 

  • અમદાવાદ એરપોર્ટની એક દિવાલના એસીમાં દેખાયેલા સાપનું રેસ્ક્યૂ કરાયુ  


ઝી મીડિયા/બ્યૂરો :માણસો દ્વારા વપરાતા મશીનોમાં સાપ મળવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠામાં વોશિંગ મશીનમા તો વડોદરામાં એક મોપેડમાંથી સાપ નીકળ્યો હતો. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) ના એસી બોક્સ પર સાપ પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં દીવાલ પર લગાવેલા એસીના બોક્સ ઉપર કંઈક સળવળતુ જોવા મળ્યું હતુ. આ સળવળાટ જોઈને લોકો ચોંક્યા હતા. જેને ધ્યાનથી જોતા ત્યાં સાપ હોવાનું દેખાયુ હતું. આ જાણતા જ અધિકારીઓ પણ દોડતા આવી પહોંચ્યા હતા. સાપને પકડવા તાત્કાલિક વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશનનો સંપર્ક કરાયો હતો. જોતજોતામાં ટીમ આવી પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં સાપનુ રેસ્ક્યૂ (snake rescue) કર્યું હતું. 


આ પણ વાંચો : કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો, તેમને કારણે પક્ષની છાપ ખરડાઈ


જોકે, આ સાપનુ રેસ્ક્યૂ કરાયા બાદ એરપોર્ટ પરના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જ્યારે તેઓએ જાણ્યો કે આ કયા પ્રકારનો સાપ હતો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે એક કોબ્રા હતો. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ વિસ્તારમાં અનેકવાર પ્રાણીઓ ઘૂસી જવાના બનાવ બનતા હોય છે. કોબ્રાને રેસ્ક્યુ કર્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માંથી કોબ્રા મળવાની ઘટના બની હતી. 


આ પણ વાંચો : વડોદરા PI પત્ની ગુમ કેસમાં આવ્યો નવો વળાંક અને ખૂલ્યુ કોંગી નેતાનું ચર્ચાસ્પદ કનેક્શન 


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બનાસકાંઠાના એક ઘરમાં વોશિંગ મશીનમાં સાપ મળ્યો હતો. વોશિંગ મશીનાં ચાર સાપનો ગુચ્છો મળી આવ્યો હતો. તો હાલમા જ વડોદરામાં એક મોપેડમાંથી સાપનુ બચ્ચુ નીકળ્યુ હતું.