કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો, તેમને કારણે પક્ષની છાપ ખરડાઈ

Updated By: Jul 18, 2021, 07:59 AM IST
કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો, તેમને કારણે પક્ષની છાપ ખરડાઈ
  • પાર્ટીના કાર્યકરે બે પત્ની રાખનાર ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરવા ધાનાણીને કહ્યું 
  • પરેશ ધાનાણી અને કાર્યકર વચ્ચે ભરતસિંહ સોલંકીને લઈને થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો

હિતલ પારેખ/ગાંધીનગર :હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ ચર્ચામાં છે. જેઓએ પોતાના પત્નીને નોટિસ મોકલીને પારિવારિક વિવાદ લોકો સામે મૂક્યો છે. ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કરીને કહ્યુ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ને કારણે કોંગ્રેસની છાપ ખરડાઈ છે. ત્યારે આ પરેશ ધાનાણી (Paresh Dhanani) અને કાર્યકર વચ્ચે ભરતસિંહ સોલંકીને લઈને થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ (audio viral) થયો છે. 

વિપક્ષ પરેશ ધાનાણીની કાર્યકર સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. અમદાવાદથી ધનંજય પટેલ નામના કાર્યકરે પરેશ ધાનાણીને ફોન કર્યો હતો. પાર્ટીના આ કાર્યકરે ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરવા ધાનાણીને કહ્યું છે. તેમજ ફોન પર કહ્યું કે, બબ્બે બૈરા કર્યા, એ પણ પટેલના... ભરતસિંહે બે પત્નીઓ કરી છે, એ પણ પાટીદારની. ગુજરાતમાં કોંગ્રેસને બચાવવી હોય તો સારી વ્યક્તિને લાવો. પરિવારની મેટરના કારણે કોંગ્રેસની ઇમેજ બગડે છે. 

તો બીજી તરફ, પરેશ ધાનાણીએ કાર્યકરને જવાબ આપ્ય હતો કે, તમારી વાત સાચી છે, પરંતુ મારા અને તમારા હાથમાં નથી આ ભાઈ. આમ, એક સામાન્ય કાર્યકર્તાએ પરેશ ધાનાણી સામે ખૂલીને વાત કરી હતી કે આ કારણે પાર્ટીની છાપ ખરડાય છે.