• બોટાદામા ઉર્જા મંત્રી સૌરભ પટેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રઘુવીર મકવાણા/બોટાદ :સરકાર એક તરફ કોરોના સંક્રમણ અટકાવવાના નામે કરફ્યૂ લગાવી રહી છે. તો બીજી તરફ સરકારના જ મંત્રીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યાં છે. બોટાદામા ઉર્જા મંત્રી સૌરભ પટેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં ટોળેટોળા ભેગા થયા હતા. ત્યારે ભીડ ઉમટેલા કાર્યક્રમ વિશે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું જોઈએ.  


આ પણ વાંચો : ગુજરાતમાં કરફ્યૂ લંબાવવા વિશે નાયબ મુખ્યંમત્રીનું મોટું નિવેદન 


બોટાદમાં આજે ભાજપના સ્નેહ મલિન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. મંત્રી સૌરભ પટેલની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં. કોરોનાની મહામારીમાં પણ આ પ્રમાણે કાર્યક્રમો તો ચાલુ જ રહેશે તો સંક્રમણ વકરી શકે છે. ત્યારે ખુદ મંત્રી આ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યાં છે. 



કાર્યક્રમમાં ભેગા થયેલા લોકો વિશે જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો સૌરભ પટેલે કહ્યું કે, લોકો એ જાતેજ નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યારે જાણે નેતાઓને લોકોની કોઈ પડી જ નથી તેવુ લાગી રહ્યું છે. કાર્યક્રમમાં ખુદ સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને બાદમાં લોકોને શીખામણ આપી કે, નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. કોરોનાની મહામારીમાં પણ આ પ્રમાણે કાર્યક્રમો તો ચાલુ જ રહેશે. લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું પડશે.



ખુદ સરકારના મંત્રીઓ જ બેજવાબદારભર્યું વર્તન કરી રહ્યાં છે. અને સરકાર લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવી રહી છે. સરકાર કરફ્યૂ લગાવીને લોકોને અંકુશમાં રાખી રહી છે.