ગુજરાતમાં કરફ્યૂ લંબાવવા વિશે નાયબ મુખ્યંમત્રીનું મોટું નિવેદન

ગુજરાતના ચાર શહેરોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂ બાદ ગુજરાત સરકાર લોકડાઉન લગાવશે તેવી અફવાઓ વહેતી થઈ છે. લોકડાઉનની બીક વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, આવામાં લોકડાઉનની શક્યતા દેખાઈ રહી હતી. ત્યારે કરફ્યૂ વધારવા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય. 

Updated By: Nov 22, 2020, 02:34 PM IST
ગુજરાતમાં કરફ્યૂ લંબાવવા વિશે નાયબ મુખ્યંમત્રીનું મોટું નિવેદન

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના ચાર શહેરોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂ બાદ ગુજરાત સરકાર લોકડાઉન લગાવશે તેવી અફવાઓ વહેતી થઈ છે. લોકડાઉનની બીક વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, આવામાં લોકડાઉનની શક્યતા દેખાઈ રહી હતી. ત્યારે કરફ્યૂ વધારવા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય. 

કોરોના વેક્સીન અંગે નાયબ મુખ્યમંત્રીનો દાવો 
ડેપ્યુટી CM નીતિન પટેલે જાહેરાત કરી કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. કોરોનાના આંકડા સરકાર છુપાવતી નથી. અમારી સરકાર લોકો સુધી હકીકત પહોંચાડી રહી છે. તો આ સાથે જ ડેપ્યુટી CM નીતિન પટેલે એમ દાવો પણ કર્યો કે, ટૂંક સમયમાં કોરોનાની વેક્સીન આવી રહી છે. સરકાર કોરોના વેક્સીનની સપ્લાયને લઇને રણનીતિ ઘડી રહી છે. ગામડે ગામડે કઈ રીતે વેક્સીન પહોંચાડવી તેનું આયોજન થઇ રહ્યું છે. 

ગાંધીનગરમાં કેન્દ્રીય ટીમ સાથે રૂપાણીની બેઠક 
તો બીજી તરફ, ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ સીએમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનિટરીંગ તેમજ સારવાર, ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા સીએમ ડેશ બોર્ડની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.