નશાનો કારોબાર દ્વારકા સુધી પહોંચ્યો, મોડી રાત્રે પકડાયું 6 કિલોનું ચરસ
- એસઓજીની ટીમે આખો દિવસ તૈયારી કરીને રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું.
- દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામે એસઓજી પોલીસે 6 કિલો 736 ગ્રામ વજનનું ચરસ પકડાયું
રાજુ રૂપારેલિયા/દ્વારકા :ગુજરાતના લોકો નશાના રવાડે ચઢી રહ્યાં છે તેનો મોટો પુરાવો છે ગુજરાતમાંથી ઠેકઠેકાણે મળી આવતું ડ્રગ્સ. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી માતબર રકમનો ચરસ-ગાંજા (drugs) નો જથ્થો પકડાઈ રહ્યો છે. આવામાં દ્વારકામાંથી 10 કિલોનું ડ્રગ્સ પકડાયું છે. દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામે એસઓજી પોલીસે 6 કિલો 736 ગ્રામ વજનનું ચરસ પકડાયું છે.
આ પણ વાંચો : UNમાં ભારતે પાકિસ્તાનનું માથું શરમથી ઝૂકાવી દીધું, ઈમરાન ખાનની ભાષણ વચ્ચે થઈ ફજેતી
દ્વારકામાંથી આટલી માતબર રકમનું ચરસ પકડાય તે આશ્ચર્યની વાત છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક સવાનીને બાતમી મળી હતી કે, દ્વારકામાં મોટી કિંમતનું ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જેએમ પટેલ અને તેમની ટીમ સક્રિય થઈ હતી. એસઓજીની ટીમે આખો દિવસ તૈયારી કરીને રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અબ્બાસ સુરા અને આસાર્યા ભા નામના શખ્સ પાસેથી 6 કિલો 736 કિલોનું ચરસ પડકાયું છે. આ ચરસની કિંમત 10,10,300 રૂપિયા છે. જ્યારે કે એક આરોપી ભાગી છૂટવામાં સફળ નીવડ્યો હતો. બંને આરોપીને મીઠાપુર પોલીસ સ્ટેશનને સોંપાયા છે. જેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે
ગુજરાતનો નશાનો કારોબાર હવે ઠેક દ્વારકા સુધી વ્યાપી ગયો છે. ત્યારે આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. જેમ કે, આટલું બધું ચરસ ક્યાંથી આવ્યું? દ્વારકામાં કેટલા સમયથી આ કારોબાર ચાલુ છે? વિવિધ દિશાઓમાં પોલીસ તપાસ કરશે. પરંતુ સવાલ એ પણ છે કે, શું ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ મોટું રેકેટ છે કે કેમ. હજી બે દિવસ પહેલા જ સુરતમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. તે પહેલા અમદાવાદમાંથી પણ કરોડોનુ ડ્રગ્સ પકડાયું છે. આ ઘટનાઓ શાના તરફ ઈશારો કરે છે.