બિનકાયદેસર સિરપનું વેચાણ કરી રહેલા બે લોકોને SOG એ ઝડપી લીધા, યુવાધનને કરતા બરબાદ
રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસે પણ આવા શખ્સોની સામે સખત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. આવા જ બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ : રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસે પણ આવા શખ્સોની સામે સખત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. આવા જ બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
ખેડૂતોને હવે પાકની રક્ષા પ્રાણીઓથી જ નહી પરંતુ ચોરોથી પણ કરવાની, કેરી ચોર ગેંગ સક્રિય
પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ પર નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની બોટલો હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આવી કફ સીરપ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીઓનું નામ છે આરીફ બેગ મિર્ઝા અને યાસીન ઉર્ફે ઘાંચી શેખ. છેલ્લા થોડા સમયથી બહેરામપુરા અને જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સિરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા.
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 10 રિકવર થયા, એક પણ મોત નહી
આ અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે દાણીલીમડા લાલજી પરમાર હોલના ત્રણ રસ્તા પાસેથી આ બન્ને શખ્સોને અટકાવતા તેમની પાસેથી 200 નંગ જેટલી કફ સીરપની બોટલ મળી આવી હતી. મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે, છેલ્લા 6 માસથી ગેરકાયદેસર રીતે સફી નામનો વ્યક્તિ આરોપીઓને આ કફ સીરપનો જથ્થો પૂરો પાડતો હતો. જેને પગલે પોલીસે કફ સીરપની બોટલો અને રિક્ષા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપીઓમાં યાસીન ઉર્ફે ઘાંચી શેખ વિરુદ્ધ અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશન હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
હાઇ પ્રોફાઇલ યુવતીઓએ લગ્ન પછી સુહાગ રાત્રે પણ બાપના બગીચામાં ફરજીયાત જવું પડતું, કારણ કે...
ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણ બે વખત યાસીનને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ કેસમાં સફી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પરંતુ સવાલએ થાય છે કે, શફી મારફતે જ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે કફ સીરપનો વેપલો ચાલતો હતો? કોઈ ડ્રગ ફાર્માસ્યુટિકલ કંપની પણ તેના ગેરકાયદેસર વેચાણ માટે જવાબદાર છે. જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસ પૂછપરછના અંતે અને આરોપી શફીની ધરપકડ બાદ સામે આવી શકે તેમ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, પોલીસ આ કેસમાં કેટલી ઊંડાણમાં ઉતરી તપાસ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube