* પહેલા પુત્ર હોવાનું જણાવ્યા બાદ પુત્રી હોવાનું કહ્યું
* ડોક્ટરે બાળકો બદલ્યા હોવાનો પરિવાર નો આક્ષેપ
* બાળક અને માતા બંન્નેના DNA સેમ્પલ લેવામાં આવ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : સોલા સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાની પ્રસુતી બાદ તેને પુત્ર થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે બાળકની તબિયત ખરાબ થઇ હોવાનાં કારણે તેને ટેસ્ટ માટે લઇ જવાયો હતો. જો કે થોડા સમય બાદ તેને પુત્રીનો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી મહિલાએ પોતાનું બાળક બદલાઇ ગયું હોવાનો આરોપ હોસ્પિટલ તંત્ર પર લગાવ્યો છે. 


ચાંદખેડામાં પરણીતાએ પુત્ર સાથે ફ્લેટમાંથી કુદીને આત્મહત્યા કરતા ચકચાર

ઘટના બાદ હોબાળો થતા હોસ્પિટલ તંત્ર પણ બચાવની પોઝિશનમાં આવી ગયું હતું. માતા અને બાળકીનાં ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્નેના ડીએનએ મેચ કરવામાં આવશે. ડીએનએ રિપોર્ટ બાદ જ સાચુ કે ખોટા અંગે માહિતી મળી શકે છે. જો કે હાલ તો સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.


મોરબીમાં ચાલુ બાઇકે યુવકનાં ખીસ્સામાંથી મોબાઇલ બ્લાસ્ટ પટકાયો, સારવાર દરમિયાન મોત નિપજ્યું

પોલીસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહીની બાંહેધરી બાદ પરિવાર શાંત પડ્યો હતો. જો કે પોલીસે પણ જણાવ્યું હતું કે, પહેલા DNA રિપોર્ટ આવી જાય ત્યાર બાદ કાર્યવાહી શક્ય છે. પરંતુ હાલનાં તબક્કે માત્ર ડીએનએ રિપોર્ટ શિવાય કોઇ જ રસ્તો નથી. માટે પરિવાર, ડોક્ટર્સની ટીમ અને પરિવાર પણ ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર