સંદીપ વસાવા/પલસાણા: ગતરોજ પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પરંતુ પોલીસને ગુમરાહ કરવા ચોરીની તરકટ રચ્યું હતું. પોલીસે આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Delhi NCR માં પ્રદૂષણ પર લાગશે બ્રેક! આજે આ રાજ્યોમાં વરસશે ધોધમાર વરસાદ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગતરોજ પલસાણા તાલુકાના એના ગામે સિવાલીક બંગલોઝમાં રહેતા રાકેશ નાયક નામના યુવકની ચોરી કરવા આવેલા ચોર ઇસમે હત્યા કરી નાખી હતી. રાકેશ નાયક પલસાણાના એના કેળવણી મંડળ શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની રાત્રે પોતાની પત્ની અને દીકરા દીકરી સાથે ઘરના પહેલા માળે સુતા હતા. દરમ્યાન ઘરની બારી ખોલી ઘરમાં પ્રવેશેલ ચોર ઇસમે રાકેશ નાયક જાગી જતા રાકેશ નાયક ની ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું મૃતકના પત્નીએ જણાવ્યું હતું. જોકે પોલીસને ઘટના જોતા પહેલાંથી જ શંકા કૂશંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતાં સમગ્ર ઘટનાનું ભેદ ઉકેલાયો હતો. 


સાળંગપુર ધામમાં મોટો ઉત્સવ : શતામૃત મહોત્સવ માટે તૈયાર કરાયું સૌથી મોટું રસોડું


પોલીસ તપાસમાં મૃતકની પત્ની સ્વેતા નાયકે પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. સ્વેતા નાયક અને પ્રેમી વિપુલ કહાર એક સાથે ડીલીવરીની ઓફીસમાં કામ કરતા હતા. જ્યાં બંનેને પ્રેમ સંબંધ બંધાયો હતો. ઘટનાની રાત્રે પત્ની સ્વેતાએ પતિ રાકેશને જમવામાં ઘેનની દવા ખવડાવી હતી અને પ્રેમી વિપુલને બોલાવ્યો હતો. પ્રેમી વિપુલને પહેલાથીજ બારીના ગ્રીલની ચાવી પણ આપી દીધી હતી. ઘટનાની રાત્રે પ્રેમી વિપુલ કહાર અને સ્વેતાએ ઉંઘમાં જ પતિની હત્યા કરી દીધી હતી. અને લેપટોપ અને સોનાનું બ્રાસલેટ આપીને પ્રેમીની ભગાવી દીધો હતો. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કોણ છે ટીમ ઈન્ડિયાનો સૌથી 'ગરીબ' ક્રિકેટર? વિરાટથી 40 ગણી ઓછી છે તેની કમાણી


આ ઘટના પરથી એટલું સાબિત થાય છે કે પરિવારની રાજીખુશીથી થયેલ વર્ષો જુના લગ્ન સંબંધ પર બે ત્રણનો પ્રેમ ભારે પડ્યો છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.