સાળંગપુર ધામમાં મોટો ઉત્સવ : શતામૃત મહોત્સવ માટે તૈયાર કરાયું ગુજરાતનું સૌથી મોટું રસોડું તૈયાર
Salangpur Hanuman Temple : સાળંગપુર હનુમાન મંદિરમાં ફરી એકવાર મોટો ઉત્સવ ઉજવવાનો છે... જેમાં 40 લાખ લોકો જમી શકે તે માટે આલિશાન કીચન ઉભું કરાયું
Trending Photos
Botad News રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શતામૃત મહોત્સવમાં દરરોજ એકસાથે 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું 10 વિઘા જમીનમાં વિશાળ ભોજનાલયને આખરી ઓપ અપાયો છે. અીહં ભક્તોને દરરોજ મિષ્ઠાન્ન સહિત શાક, રોટલીનું ભોજન કરાવાશે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
એક લાખ ભક્તો પ્રસાદી લેશે
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતામૃત મહોત્સવ યોજાનાર છે ત્યારે લાખોની સંખ્યામાં દાદાના ભક્તો દર્શને આવનાર છે. તે દરેક ભક્તોને એકદમ નિશુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે એ માટે ભોજનાલય બનાવવામાં આવ્યું છે. 10 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયારી થઈ ગયું છે. અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ બનાવાયા છે.
ખાસ મેનુ પીરસવામાં આવશે
રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને 10,000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેનાર છે. મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજે 5:00 વાગ્યા થી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે.
આખા મહોત્સવમાં 40 લાખ લોકો પ્રસાદી લે તેવી શક્યતા
અંદાજે આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટેની વ્યવસ્થા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી છે .તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે બાબતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સુખદેવ સ્વામીએ મીડીયાને વિસ્તૃત માહિતી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે