ઝી ન્યૂઝ/ બ્યુરો: ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હત સમારોહનો લાઇવ પ્રસારણ પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથના સાંનિઘ્‍યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્‍પની ભૂમિ છે ત્‍યારે આવનાર રાજયની વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની 182 બેઠકો જીતવાનો સંકલ્‍પ આ ભૂમિ પર આજે નવા વર્ષના પ્રારંભે કર્યો હોવાનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ જણાવેલ હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013ની કુદરતી આપદામાં મોટુ નુકસાન થયેલ ઉતરાખંડ રાજયના પ્રખ્‍યાત કેદારનાથ ધામને ફરી વિકસાવવા અંર્તગત પ્રધાનમંત્રી મોદીએ અનેક પરીયોજનાઓની આજે ધામમાં શરૂ કરાવી છે. તે પૈકીના પુર્ણ થયેલા વિકાસ કામોનું લોકાર્પણ કરવા અને નવા યાત્રી સુવિઘાના કામોનું ખાતમુર્હત કરતા આજે નવા વર્ષના દિવસે કેદારનાથ ધામમાં યોજાનાર કાર્યક્રમમાં અને કેદારનાથ મહાદેવના દર્શનાર્થે વડાપ્રઘાન નરેન્‍દ્ર મોદી પહોંચ્‍યા હતા. આજના કેદારનાથમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનું દેશના બાર જયોતિલીંગ અને શારદાપીઠ સહિતના તીર્થસ્‍થાનોએ લાઇવ પ્રસારણ કરી વર્ચ્‍યુઅલ માઘ્‍યમથી મોદી સંબોધવાના હતા.


બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત ફરી ચર્ચામાં...


જે મુજબ પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યમાં યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્‍યા હતા. સોમનાથ ચોપાટી ખાતે ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદેદારો, સાંસદ, આગેવાનો અને મોટી સંખ્‍યામાં હાજર કાર્યકરોની ઉપસ્‍થ‍િતિમાં કેદારનાઘામ ખાતેના સમારોહ અને PM મોદીનું સંબોધન લાઇવ પ્રસારણ નિહાળી સાંભળ્યુ હતુ. આ કાર્યક્રમ સ્‍થળે બાર જયોતિલીંગોના શિવલીંગોનું સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ પૂજન કર્યુ હતુ.


અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી Marutiની આ કાર આપી શકે છે રેકોર્ડબ્રેક માઈલેજ, જાણો ક્યારે લોંચ થશે?


આ તકે નવા વર્ષની રાજયના લોકોને શુભેચ્‍છા પાઠવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવની ભૂમિ સંકલ્પની ભૂમિ છે. આગામી રાજયની વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાના સંકલ્પ સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી મોદી સરકાર દ્રારા 7500 કરોડના કામો થકી કેદારનાથ ધામમાં યાત્રી સુવિધા વઘારવાના કામો કરવામાં આવી રહ્યા છે. જે પૈકીના અમુક કામો પુર્ણ પણ થઇ ગયા છે. આજે નવા વર્ષ સાથે દેશવાસીઓએ સંકલ્‍પ કર્યો તે પુર્ણ થાય તેવી શુભેચ્‍છા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube