નવા વર્ષે Marutiનો ધમાકો: આ કાર આપી શકે છે 26 KMની એવરેજ, જાણો ક્યારે લોંચ થશે?

મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ તેની નવી સેલેરિયો વિશે દાવો કર્યો છે કે તે દેશની સૌથી વધુ 'ફ્યૂલ એફિશિએન્ટ' કાર હશે.

નવા વર્ષે Marutiનો ધમાકો: આ કાર આપી શકે છે 26 KMની એવરેજ, જાણો ક્યારે લોંચ થશે?

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India) આવતા અઠવાડિયે તેની હેચબેક કાર મારુતિ સેલેરિયોનું નવું જનરેશન મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીની આ એન્ટ્રી લેવલ કાર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની સૌથી વધુ માઈલેજ આપનારી કાર હશે.

Maruti Celerio ને લઈને દાવો
મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ તેની નવી સેલેરિયો વિશે દાવો કર્યો છે કે તે દેશની સૌથી વધુ 'ફ્યૂલ એફિશિએન્ટ' કાર હશે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચીફ ટેકનિકલ ઓફિસર (એન્જિનિયરિંગ) સી.વી. રામન કહે છે કે Maruti Celerio ભારતમાં સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમ પેટ્રોલ કાર હશે.

26 કિ.મી માઈલેજ આપશે
અત્યાર સુધી પ્રાપ્ત અહેવાલો અનુસાર, મારૂતિ સેલેરિયોમાં બે એન્જિન ઓપ્શન 1.0 લીટર અને 1.2 લીટર હોઈ શકે છે. આ એન્જિન આગામી પેઢીના K10C ડ્યુઅલ જેટ VVT એન્જિન હશે જે કાર ઊભી હોય ત્યારે એન્જિન બંધ કરી દે છે.

આ રીતે તે ઈંધણ બચાવતી કાર છે. એવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર 26 kmplની માઈલેજ આપશે, જે દેશની કોઈપણ કારની સરખામણીમાં સૌથી વધુ માઈલેજ હશે. મારૂતિ સેલેરિયો 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે આવી શકે છે.

સ્વિફ્ટ, બલેનો 24ની માઇલેજ આપે છે
હાલમાં મારૂતિની વધુ બે પ્રીમિયમ હેચબેક કાર દેશની સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર છે. આદર્શ સ્થિતિમાં Maruti Swift  અને Maruti Baleno બંને લગભગ 24 kmplની માઈલેજ આપે છે.

10 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે
કંપની Maruti Celerioના આ નવા જનરેશન મોડલને 10 નવેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે. તે 4 ટ્રીમ અને 7 વેરિઅન્ટમાં હોઈ શકે છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે, જેના માટે ગ્રાહકે માત્ર 11,000 રૂપિયા ચૂકવવા પડશે.

Celerio બજારમાં Tata Tiago, Datsun Go અને Hyundai Santro સાથે સ્પર્ધા કરશે. હાલમાં મારૂતિ સેલેરિયોની કિંમત 4.66 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે નવી સેલેરિયોની કિંમત 4.5 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news