સોમનાથમાં વિજય રૂપાણીનું નિવેદન, `પાર્ટી લડાવશે તો લડીશું, કોઈને જીતાડવાનું કહેશે તો જીતાડીશું`
આજ રોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેઓએ સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.
ગીરસોમનાથ: પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથના દર્શન કરીને મહાદેવ સામે શીશ ઝૂકાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશું. કોઈને જીતાડવાનું કહેશે તો જીતાડીશું. ભાજપમાં કોઈ જૂથવાદ નથી.
આજ રોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેઓએ સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. પરંતુ અહીં તેઓએ ચૂંટણીલક્ષી મોટું નિવેદન આપ્યું છે. રાજકોટમાં વજુભાઇ વાળા ફરી રાજકારણમાં સક્રિય થયા છે ત્યારે પ્રવર્તમાન રાજકીય સ્થિતિમાં વિધાનસભાની ટીકીટ મુદ્દે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી લડાવશે તો લડીશું, કોઈને જીતડવાનું કહેશે તો જીતાડીશું...ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોઈ જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ રાજ્યના બે કેબિનેટ મંત્રીઓને કટ ટુ સાઈઝ કરી ખાતા આંચકી લેવા મુદ્દે આ વ્યવસ્થાનો ભાગ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે કોઇ પદ કે કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. આગામી સમયમાં પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડવાનું કહેશે તો લડીશું, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીશું. આ અમારી એક પદ્ધતિ રહી છે.
નવરાત્રિ, દિવાળી સુધરશે એવી આશાએ બેઠેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો, કુદરતે મારી લપડાક
વિજય રૂપાણીએ ભાજપમાં જૂથવાદ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'ભાજપમાં કોઇ જ જૂથવાદ નથી. આ બધી વાતો અફવાહ છે. અમે સૌ કોઇ એક છીએ અને ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતોથી ઉપર ઉઠીને કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ નરેન્દ્રભાઇ જેવું જબરદસ્ત નેતૃત્વ, એમના માર્ગદર્શન નીચે ભાજપ આગળ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube