નવરાત્રિ, દિવાળી સુધરશે એવી આશાએ બેઠેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો, કુદરતે મારી લપડાક
પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં સીઝનનો પડવા પામ્યો છે. અત્યાર સુધી 138 ટકા વરસાદ નોંધાયો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. રાધનપુર વિસ્તારમાં અનરાધાર વરસાદ જાણે આકાશી આફત બની હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે..
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ચારેબાજુ તારાજીના દ્રષ્યો સામે આવે છે ત્યારે પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટીંગ કરી છે અને જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી ખાબક્યો છે. પંથકમાં ખેતરો જાણે તળાવ હોય તેવા દ્રષ્યો સર્જાયા છે, ત્યારે સતત વરસી રહેલા મેઘરાજાથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાક નિષ્ફળ જવાની તેમજ લીલા દુષ્કાળની ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે.
રાધનપુર તાલુકો મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી કરતો વિસ્તાર છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ સારો થશે અને ખેત ઉત્પાદન સારું થશે તેવી ખેડૂતોને આશા હતી, ત્યારે પ્રથમ તબક્કા રાધનપુર વિસ્તારમાં મેઘરાજા છુટા છવાયા વરસાદી ઝાપટા નાખ્યા. જેથી ખેડૂતોને આશા બંધાઈ કે આ વર્ષે ચોમાસુ સિઝનમાં જરૂરિયાત મુજબ વરસાદ આવશે અને ખેત ઉત્પાદન સારું થશે. જેથી ખેડૂતો દ્વારા મોંઘી ખેડ ,બિયારણ, સહિતના ખર્ચ કરી એરંડા, કપાસ, કઠોળ સહિત 27000 હજાર હેકટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી કરી દીધી. પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં મેઘરાજા અનરાધાર વરસ્યા અને સતત અવિરત મેઘમંડાણ સર્જાઈ. જેથી ખેડૂતો વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો અને ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં સીઝનનો પડવા પામ્યો છે. અત્યાર સુધી 138 ટકા વરસાદ નોંધાયો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. રાધનપુર વિસ્તારમાં અનરાધાર વરસાદ જાણે આકાશી આફત બની હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે, ત્યારે બાદરપુરા ગામે ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જેથી ખેડૂતોએ વાવેલ તમામ પાકો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.
ખેતરો જાણે તળાવ હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી વાવેતર કર્યું અને ખેડ, બિયારણ સહિત 25/30 હજારનું ખર્ચ કરી વાવેતર કર્યું કે આ વખતે ચોમાસુ સિઝનમાં સારું ઉત્પાદન થશે અને સારી એવી આવક થશે. જેથી ઘર ખર્ચની સાથે આવનાર નવરાત્રી, દિવાળીના તહેવારમાં પણ કોઈ મુંજવણ ન રહે. પરંતુ સતત વરસી રહેલા મેઘરાજાએ તમામ આશાઓ પાણીમાં ડુબાડી દીધી છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે વાવેલ પાકો ક્યાંક બળી ગયા તો ક્યાંક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. જેથી લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હવે ખેડૂતો આકાશ સામે મીટ માંડી બેઠા છે કે મેઘરાજા હવે ખમૈયા કરે તો સારું, કારણ કે વાવેલ પાકો તો નિષ્ફળ ગયા છે પરંતુ ખેતરોમાં ઢીંચણ સમાં ભરાયેલા પાણી ક્યારે ઓસરે અને ક્યારે શિયાળુ વાવેતર કરવું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે, તો ખેડૂતો સરકાર પાસે પણ સર્વે કરી પાક નુકશાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.
દુષ્કાળ અને લીલો દુષ્કાળ’માં શું તફાવત?
દુષ્કાળ કહો કે, લીલો દુષ્કાળ કોઈ ફરક નથી પડતો. કારણ કે, દુષ્કાળમાં અન્નનું ઉત્પાદન થઈ શક્તું નથી. જ્યારે લીલા દુષ્કાળમાં અનાજનું વાવેતર તો થાય છે. પરંતુ તે વરસાદ તાણી જાય છે. એટલે કે, તફાવત એટલો છે કે, દુષ્કાળમાં કાંઈ ઉગી શક્તું નથી. જ્યારે લીલા દુષ્કાળમાં ઉગેલું હાથમાં આવી શક્તું નથી.
લીલો દુષ્કાળ’ એટલે શું?
લીલો દુષ્કાળ એટલે કે, વરસાદી આફતનું વરસવું. જોકે આફત એવી પણ નહીં કે, જે માત્ર કલાકોમાં આવીને જતી રહે. પરંતુ સતત 15 થી 20 દીવસ સુધી વરસાદ સતત પડે અને હેલી કરે તેનો લીલો દુષ્કાળ’ કહેવાય. જ્યારે-જ્યારે વરસાદ આવી રીતે પડે છે ત્યારે ખેતરોમાં પાણી ભર્યા રહે છે. પાણી ઓસરતા નથી. તેવામાં ખેડૂતે જે પણ કાંઈ પાકનું વાવેતર કર્યું હોય તે સંપૂર્ણ નાશ પામે છે. પાણી ભર્યા રહેવાથી પાકના મુળિયા સળી જાય છે. અને તેની આખી મહેનત પાણીમાં જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે