સોમનાથ દાદાના 69માં સ્થાપના દિવસે ભક્તોએ કરી સમૂહ આરતી, ઉમટ્યું ઘોડાપુર
સોમનાથ દાદાના સાનીધ્યમાં વહેલી સવારથી જ 69માં સ્થાપના દિવસની ઉજવણી ધામ ધૂમથી શરૂ કરી દેવાની હતી. સવારે ધ્વજાપૂજાથી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે 9-46 મીનીટે મહાપૂજન કરવામાં આવી હતી.
હેમલ ભટ્ટ/સોમનાથ: સોમનાથ દાદાના સાનીધ્યમાં વહેલી સવારથી જ 69માં સ્થાપના દિવસની ઉજવણી ધામ ધૂમથી શરૂ કરી દેવાની હતી. સવારે ધ્વજાપૂજાથી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે 9-46 મીનીટે મહાપૂજન કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવને 11 પ્રકારના ફળ ફુલોના રસથી મહાઅભિષેક, 11 બ્રાહ્મણો દ્વારા મહાપૂજન, 11 બ્રાહ્મણો દ્વારા રૂદ્રીપાઠ, સરદાર સાહેબને સરદાર વંદના તથા પૂષ્પાંજલી મહામૃત્યુંજય યજ્ઞ પૂર્ણાહુતી સહીત કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં આરટીઆઇ કમિશ્નર કે, એમ અધવર્યુ સાહેબ, ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફિસર દિલિપભાઇ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાત કૌભાંડ, કોંગ્રેસે કરી જનતા સાથે રેડ
સાંજના સમયે સોમનાથા દાદાની સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમાજોના અગ્રણીઓ તથા સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટીટ્યુટના કલાકારોએ માહોલ વિશેષ ભક્તિમય બનાવેલ હતો.
નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર 5 શખ્શની ધરપકડ
વૈશાખ સુદ પાંચમના દિવસે 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદહસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. આજે વિષેશ મહાઆરતી, મહાપુજા, ધ્વજા રોહણ સાથે સરદાર વંદના કરવામાં આવી હતી. વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવનો આજે 69મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાયો હતો.
VS યુવતીઓના અદલા-બદલીનો મામલો: બંન્ને પરિવારે ફરિયાદ નોધાવી મૃતદેહ સ્વિકાર્યા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથની મહાપુજા અને આરતી કરી ધ્વજા પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. ખાસ મહાદેવ પર 11 દ્રવ્યોનો રસ તેમજ વિવિધ દ્રવ્યોથી સ્થાનિક 11 ભૂદેવો દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો. બાદ સોમનાથ મંદિરના સ્વપ્ન દ્રશ્ય એવા સરદાર પટેલને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.