હેમલ ભટ્ટ/સોમનાથ :આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ત્યારે પહેલા જ દિવસે ગુજરાતના જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે બબાલ થઈ હતી. સોમનાથ મંદિર (somnath temple) ખાતે વહેલી સવારે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. ત્યારે આ ઘટનાના મોટા પડઘા પડ્યા છે. સોમથાન મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું કે, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે. 


ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે : વિજય રૂપાણી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પોલીસ-ભક્તો વચ્ચે મારામારીની ઘટના બાદ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ થાય તેવી સંભાવના છે. આ સાથે જ પી.કે. લહેરીએ કહ્યું કે, પાસ વ્યવસ્થા લાગુ કરવા અને ક્યારથી તેનો અમલ કરાશે તેની સાંજ સુધીમાં સત્તાવાર માહિતી જાહેર કરાશે. ભક્તો અવ્યવસ્થા કરશે તો મંદિર બંધ કરવું પડશે. પાસ સિસ્ટમ લાગુ કર્યા પછી પણ દર્શન માટે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવું પડી શકે છે.


શુભ મુહૂર્તમાં સીઆર પાટીલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો 


તેમણે વધુમાં કહ્યું કે, મંદિર ટ્રસ્ટ એ વાતનું સૌથી વધુ ધ્યાન રાખશે કે સોમનાથ દાદાની શરણમાં આવતા કોઈ પણ ભક્તને તકલીફ ન પડે. આજની ઘટના એ કોઈ ભક્ત દ્વારા સુરક્ષા માટેના પોલીસ કર્મીને લાફો મારવાને કારણે બની હતી. ઉશ્કેરાટમાં આવીને સુરક્ષા માટે તૈનાત પોલીસ પર હાથ ઉપાડવાની ઘટનાના પ્રતિસાદરૂપે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. બાકી ગઈકાલે સોમવતી અમાસ હતી અને 10 હજારથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરીને ગયા હતા તેમ છતાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ નહોતી. આ સંજોગોમાં સોમનાથ દાદાના દર્શને આવતા ભક્તોએ પણ સંયમ જાળવવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જરૂરી છે.


ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે સોમનાથ મંદિરમાં દર્શન માટે મોટી લાઈન લાગી હતી. આ વચ્ચે ભારે અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ અને એક ભક્ત વચ્ચે મારમારી સર્જાઈ હતી. આ દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થયા હતા.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર