ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (Corona virus) ની સામે લડત માટે ગુજરાત સરકારે લોકો પાસેથી સાથ અને સહકાર માંગ્યો હતો. કોરોના સામે લડતમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે લોકો આગળ આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી. અને મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં દાન કરવા અપીલ કરી હતી. આવામાં રાજ્યભરની જનતા મદદ કરવા આગળ આવી છે. તો અનેક સંસ્થાઓ દાન કરી રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ (Somnath trust) તરફથી 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરાઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કરાયું છે. ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આમ, મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ ટ્રસ્ટ દ્વારા દાન કરીને મોટી મદદ કરાઈ છે. તો સાથે જ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા 1 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કેશુભાઈ પટેલે સરકારની કામગીરીને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં દાન આપનારને ઈન્મટેક્સમાંથી મુક્તિ મળશે. તો સરદાર ધામ ધાર્મિક સંસ્થા દ્વારા ૨૧ લાખનુ દાન આપવામાં આવ્યું છે. 


ખોડલધામ દ્વારા ૨૧ લાખનું દાન આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર