ઝી મીડિયા/બ્યૂરો :દરેક વ્યક્તિ પોતાના ખાસ લોકોનો જન્મદિવસ કંઈક ખાસ રીતે ઉજવે એવુ ઈચ્છે છે. કેટલાક લોકો પોતાના નજીકના લોકોને એવી ગિફ્ટ આપે છે જે લાઈફટાઈમ યાદગાર બની જાય. ત્યારે સુરતના એક દીકરાએ પણ આવુ જ કંઈક કર્યુ છે. દીકરાએ તેમના પિતાના જન્મદિન પર ચંદ્ર પરની જમીનનો એક નાનકડો ટુકડો ભેટમાં આપ્યો છે. હવે પિતા ચંદ્રના માલિક બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના 61 વર્ષીય રવજીભાઈ માલવિયા ડાયમંડ કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવે છે. 1 ઓક્ટોબરના રોજ તેમનો જન્મદિવસ હતો. તેથી તેમના જન્મદિવસ પર તેમના પરિવારે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ દિવસે તેમનો આખો પરિવાર એકઠો થયો હતો. આ વચ્ચે તેમના દીકરા શૈલેષે તેમને એક પાર્સલ આપ્યુ હતુ. પાર્સલ ખોલતા જ રવજીભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેમના હાથમાં જે પાર્લસ હતું, તેમાં કેટલાક કાગળ હતા. જેમાં લખ્યુ હતું કે, તેઓ ચંદ્ર પરની એક એકર જમીનના માલિક છે. 



રવજીભાઈને તેમના 61 મા વર્ષના જન્મદિન પર આવી ગિફ્ટ મળશે તેવુ તેમને સપનામાં ય ખ્યાલ ન હતો. આખો પરિવારે તેમની આ ખુશીને વધાવી લીધી હતી. તેમના નાના પુત્ર શૈલેષ માલવિયાએ તેમને ચંદ્ર પરની જમીનનો ટુકડો ભેટ આપ્યો હતો. 


તેમનો દીકરો પિતાને ખાસ ગિફ્ટ આપવા માંગતા હતા. તેથી તેમણે ચંદ્ર પરની જમીન વેચતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. બે મહિના પહેલા જમીન ખરીદવા માટે તેમને ઈ-મેલ કર્યો હતો.  ચંદ્ર પર જમીન મેળવવામાં બે મહિના લાગ્યા અને રજિસ્ટ્રેશન ફી તરીકે 37 ડોલર ચૂકવ્યા છે, તેઓને ખબર નથી કે આગળ તેમને કેટલું ચૂકવવું પડશે. છતા તેઓ પિતાને ભેટ આપવા માટે ગમે તેટલા રૂપિયા ચૂકવવા તૈયાર છે.