નસવાડી : નસવાડી તાલુકા પંચાયતી ધારસીમેલ બેઠકનાં મહિલા સભ્યના પુત્રનું નર્મદા કેનાલમાં ડુબી જવાનાં કારણે મોત નિપજ્યું છે. યુવાન બુધવારે ડુબ્યા બાદ આજે ગુરૂવારે 20 કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. નસવાડી પોલીસે મૃતદેહને પોલીસ મોર્ટમ માટે મોકલી આપીને વધારે તપાસ આદરી છે. જો કે ઘરનો યુવાન પુત્ર જતો રહેતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં કુલ 1159 નવા દર્દી, 879 સાજા થઇને ઘરે ગયા

છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડીનાં બરોલી કેનાલ ગેટ પાસે ધારસીમેલ બેઠકનાં મહિલા તાલુકા સભ્ય રાશલીબેનનો પુત્ર રવીશ ભીલે નર્મદા મેઇન કેનાલમાં કપડા ધોયા બાદ તેનો પગ લપસ્યો હતો. જેથી તે નર્મદા કેનાલમાં તણાવા લાગ્યો હતો. આખરે ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. જો કે ઘટના અંગે માહિતી મળતા નસવાડી મામલતદાર , ટીડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


સુરત પાલિકાની તિજોરી તળીયા ઝાટક, રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગ કરી

જો કે ઘટના અંગે જાણ થતા ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ કલાકો સુધી શોધખોળ ચલાવી હતી. મોડી સાંજ છતા મૃતદેહ નહી મળતા આખરે તે દિવસ પુરતું કાર્યવાહી અટકાવવામાં આવી હતી. જો કે આજે 20 કલાક બાદ ખોડીયા ગામ નજીકની કેનાલમાંથી મૃતદેહ પાણીમાં ઉપર આવી ગયો હતો. પોલીસે મૃતકનો કબ્જો લઇને વધારે તપાસ આદરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube