મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદનાં સરખેજ વિસ્તારનાં પૂર્વ સરપંચ રામભાઇ ભરવાડના પુત્ર પર કરોડો રૂપિયાની જમીનના કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જમીન કૌભાંડ કેસમાં સરખેજ પોલીસે આરોપી અનીલ ભરવાડની ધરપકડ કરી છે. ઉલ્લેકનીય છે કે, જમીન કૌભાંડ કેસમાં પોલીસે 10 લોકો વિરુધ ફરિયાદ નોંધી છે. જેમાં 2 સબ રજીસ્ટ્રાર અને એક તલાટીનો પણ આરોપી તરીકે સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પરિવરાને બેઠો કરવા મહિલા બની કેબ ડ્રાઇવર, આ રીતે શરૂ થઇ શટલ યાત્રા


અમદાવાદ વિસ્તારનાં મકરબામાં આવેલી સરકારી જમીન અંદાજીત 23,371 ચોરસમીટર જમીનના બોગસ દસ્તાવેજોના આધારે અનીલ ભરવાડ અને તેની સાથેનાં મળતીયાઓએ આ જમીન હડપ કરવાના કૌભાંડનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સરકારી જમીનનાં સિટી મામલતદારે બોગસ ડોક્યુમેન્ટસથી દસ્તાવેજ બનાવવા બદલ 2 સબ રજીસ્ટ્રાર, એક તલાટી સહિત કુલ 10 લોકો સામે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા મુદ્દે જાણો લલિત વસોયાએ શું કહ્યું...


ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે જમીનમાં છેલ્લા 30 વર્ષથી વગર રજાએ વાવેતર કરી કબજો કરી દબાણ કરેલું હોવા અંગે દિવસ 7માં દબાણ ખુલ્લું કરવા નોટિસ પણ અપાઈ હતી. આ કાર્યવાહી તાલુકા મામલતદારે કરવાની હોવા છતાં તલાટી-મંત્રી દ્વારા કરાઈ હતી. કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં મકરબા વાળા અનિલ રામભાઇ ભરવાડની  સરખેજ પોલીસે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે આરોપી અનિલના પિતા પૂર્વ સરપંચ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


આ પણ વાંચો:- અલ્પેશ અને ધવલસિંહની મુશ્કેલીઓ વધારો, ક્રોસ વોટીંગ મુદ્દે કોંગ્રેસની હાઇકોર્ટમાં અરજી


આરોપી અનિલ રામભાઇ ભરવાડે આ જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ કેસના અન્ય અધિકારીઓ સહિતના આરોપીઓની પણ પોલીસ શોધખોળ હાથ ધરશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...