પરિવારને બેઠો કરવા મહિલા બની કેબ ડ્રાઇવર, આ રીતે શરૂ થઇ શટલ યાત્રા
આજના પુરુષપ્રધાન દેશમાં હવે મહિલાઓ પણ પુરુષની સમકક્ષ બનવા તમામ ક્ષેત્રમાં મહેનત કરીને આગળ વધી રહી છે. આપે એન્જીનીયર, તબીબ અને કંડકટર મહિલાને જોઈ હશે
Trending Photos
અમિત રાજપૂત, અમદાવાદ: આજના પુરુષપ્રધાન દેશમાં હવે મહિલાઓ પણ પુરુષની સમકક્ષ બનવા તમામ ક્ષેત્રમાં મહેનત કરીને આગળ વધી રહી છે. આપે એન્જીનીયર, તબીબ અને કંડકટર મહિલાને જોઈ હશે, પણ આજે આપને અમે કાર ચલાવીને શટલ મારનારી મહિલા કેબ ડ્રાઈવરથી મુલાકાત કરાવીશું.
પરિવારને બેઠો કરવા અને દિકરા-દીકરીઓનાં સારા ભણતર માટે 39 વર્ષીય પુષ્પા સાથળીયા નામની મહિલાએ પોતાના વ્યવસાય તરીકે ડ્રાઇવિંગનો વેપાર પસંદ કર્યો છે. પુષ્પા સાથળીયા કાર ખરીદીને ગુજરાતની પ્રથમ મહિલા શટલ મારનારી ડ્રાઇવર બની છે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના નાનકડા ગામની વતની પુષ્પા સાથળીયાના લગ્ન અમદાવાદમાં રહેતા રાજેશ સાથળીયા સાથે થયા હતા. જો કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સાથળીયા પરિવાર ખુબ જ આર્થિક તંગી ભોગવી હતી.
દિકરા-દીકરીઓનાં સારા ભણતણ માટે પૂષ્પા સાથળીયા દરરોજ બાળકોને સાયકલ પર બેસાડીને હાથીજણથી મણીનગર સુધી જતી હતી. દિકરા-દીકરીઓ માટે તથા પુષ્પા સાથળીયાએ તેના વધુ સારા ભણતરની ચિંતિત બન્યા અને પતિ સાથે મળીને રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. આખરે પુષ્પા સાથળીયાએ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ શીખી અને લાયસન્સ લઇને શટલમાં કાર ચલાવવાનું નક્કી કર્યું.
જો કે, કાર ખરીદવા પુષ્પા સાથળીયા પાસે પૈસા નહોતા એટલે કરિયાવરમાં મળેલા દાગીના વેચીને રૂપિયા 1 લાખ 80 હજારનું ડાઉન પેમેન્ટ ભરીને કાર ખરીદી લીધી અને શરૂ કરી શટલ યાત્રા... પુષ્પા સાથળીયા અમદાવાદનાં મણીનગરથી નડીયાદ, ડાકોર અને ખાત્રજ સુધી કારમાં શટલ લગાવીને દિવસનાં 500થી 1000 રૂપિયા સુધી કમાવે છે અને પોતાના પતિને મદદરૂપ થાય છે. પુષ્પા સાથળીયા દરરોજ સવારે 7થી 11 અને સાંજે 3થી 6 ફેરા મારીને બપોરનાં સમયે ઘરનું બાકી કામ પણ કરે છે.
પુષ્પા સાથળીયાનાં પતિ રાજેશ સાથળીયા પણ પોતાના પત્નીના કાર્યથી ખુશ અને ગૌરવ અનુભવે છે. રાજેશ સાથળીયા પણ લોડીંગ રીક્ષા ચલાવે છે. પણ બન્ને પતિ-પત્નીની મહેનતથી તેમનું જીવન બદલાઈ ગયું છે અને આર્થિક સ્થિતિમાં નોધપાત્ર સુધારો થયો છે. સાથે જ દીકરીઓ અને દીકરો સાઈન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરે છે.
પુષ્પા સાથળીયા અને તેમના પતિ રાજેશ સાથળીયાનો વ્યવસાય ડ્રાઈવિંગનો બની ગયો છે, કદાચ દેશમાં આ પ્રથમ કિસ્સો હશે કે, પતિ-પત્ની બન્ને ડ્રાઈવર છે. ડ્રાઈવિંગના વ્યવસાયમાં પુરુષોજ જોવા મળતા હોય છે, પણ ગુજરાતની પ્રથમ શટલ ચલાવનારી મહિલા ડ્રાઈવર પુષ્પા સાથળીયાએ સાબિત કરી દીધું છે કે, નારી શક્તિ આજના આધુનિક યુગની શ્રેષ્ઠ શક્તિ છે અને સર્વહિતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનારી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે