મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ જિલ્લાના શેલા ગામની મોનાર્ક સિટીમાં રહેતા નિવૃત DYSP સી.જે ભરવાડના પુત્રએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. સમીર ભરવાડે મોડી રાત્રે પિતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે ગળાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે બોપલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પાણીનો પોકાર: એક જ કુવા પર નભે છે 5 હજાર લોકો, રજૂઆતો કર્યાં છતાં ના મળ્યું પાણી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સમીર ભરવાડ સ્પોર્ટ એકેડેમીમાં મેનેજર તરીકે કાર્યરત્ત હતો. આત્મહત્યા સમયે તે ઘરે એકલો જ હતો. માતા-પિતા બહાર ગયા હતા. જેથી મોડી રાત સુધી પોતાની પત્ની સાથે વાતો કર્યા બાદ તે પોતાના રૂમમાં ગયો હતો. જ્યાં વહેલી સવારે લાયસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરી લીધી હતી. માતા પિતા જ્યારે પરત ફર્યા ત્યારે તેમને આ અંગે જાણ થઇ હતી. જેથી તેમણે બોપલ પોલીસને જાણ કરી હતી. 


‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી જોડાવવું છે’

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં તો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પિસ્તોલ, મોબાઇલ સહિતની વસ્તુઓ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી આપી છે. જ્યારે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર