મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં માતા અને પુત્ર પર પોતાનાં જ પરિવારજનો દ્વારા થયેલ અન્યાય બાબતે ન્યાય મેળવવા ઝંખી રહ્યા છે. ભાનુશાળી પરિવારની આ દર્દભરી દાસ્તાનમાં માતાને પોતાની સાથે રાખી ન્યાય મેળવવા ઝૂમતો યુવાન જિલ્લા પોલીસ વડાની બાંધી વડાપ્રધાન સુધી તમામ દરવાજા ખટખટાવી થાકી ગયો અને ક્યાંય પણ પોતાની સમસ્યાને લઈને ન્યાય ન મળતાં આખરે તેણે 16 પાનાનું રંગીન અખબાર છપાવી અને વિતરણ કરી ન્યાય મળે તેવી અપીલ કરી રહ્યો છે. અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ અખબારમાં તેને પોતાનું ડાઇંગ ડિક્લેરેશન પણ આપ્યું છે ત્યારે શું ખરેખર આ માતા પુત્રને ન્યાય મળશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સીએમ રૂપાણીએ ખાડીયામાં કરી ઉત્તરાયણની ઉજવણી, પતંગરસિયાઓનો વધાર્યો ઉત્સાહ


જામનગર શહેરમાં વસતા 47 વર્ષના ભાનુશાળી યુવાન ભાવેશ જોઇસર અને તેની માતા અરુણાબેન જોઇશર દ્વારા પોતાની જિંદગીમાં છેલ્લા ઘણા સમયથી અરુણાબેનના મોટા દિકરા દ્વારા મિલકત હડપ કરી જેવી તેમજ વિવિધ સમસ્યાઓ જેવી કે મિલકતમાં હક હિસ્સાઓ મેળવવા થયેલ અન્યાય તેમજ પારિવારીક સહતિની સમસ્યા બાબતે તકલીફોને લઈને થયેલ અન્યાય બાબતે વારંવાર જિલ્લા પોલીસ વડાથી માંડી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન તેમજ વડાપ્રધાનને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ન્યાય ન મળતાં. જ્યારે માતાને ન્યાય અપાવવા માટે ઝઝૂમતા આ યુવાન પોતાની ફરિયાદો લઈને ઘણા દરવાજા ખટખટાવી ચૂક્યો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે ન્યાય મળતો નથી.


[[{"fid":"199191","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, રાજ્યમાં ચાર લોકોના મોત


આખરે કંટાળીને તેણે એક 16 પાનાનું રંગીન ન્યૂઝપેપર પોતે જાતે પ્રિન્ટિંગ કરાવી તેમજ આ ન્યૂઝ પેપરમાં પોતાના પર થયેલા અન્યાયની વિગતો ફોટા સાથે પ્રકાશિત કરી ન્યાય મેળવવા માટેનો એક નવતર કિમીયો અપનાવ્યો છે. આ ન્યૂઝપેપર તે જિલ્લા કલેક્ટર જિલ્લા, પોલીસ વડા સહિતના મહાનુભાવો પાસે જઈને આપી ન્યાય મેળવવાની રજૂઆત કરી રહ્યો છે તેમજ આ ન્યૂઝપેપરમાં તેણે પોતાનું ડાઇંગ ડિક્લેરેશન પણ આપેલું છે જે ખૂબ જ મોટી બાબત કહી શકાય. જ્યારે ભાનુશાળી યુવાને પોતાને ન્યાય અપાવા બાબતે આ અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ ઝી મીડિયાનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.


વધુમાં વાંચો: ગુજરાતમાં આજથી 10 ટકા સવર્ણ અનામત લાગુ, જાણો કેવી રીતે મળશે લાભ


જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી પીડિત યુવાન ભાવેશ અને તેના વૃદ્ધ માતા અરૂણાબેન પોતાની લડત ન્યાય બનાવવા માટે લડી રહ્યા છે. હાલ એક વૃદ્ધ માતાને એવા દિવસો આવ્યા છે કે તેને ન તો પોતાના પૌત્ર કે વહુનો સહારો મળી રહયો છે કે ના મોટા દીકરાનો આસરો ત્યારે નાનો દીકરો પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ તેને સાથે રાખી જીવન જીવી રહ્યો છે. પરંતુ માતા પુત્રની આ દાસ્તાન તેની માતાએ પણ ખૂબ જ દર્દ ભરી રીતે જણાવી હતી અને તેણે કહ્યું હતું કે મને આશા છે કે મને અને મારા દીકરા પર થયેલ અન્યાય બાબતે આજ નહીં તો આવતીકાલે પણ અમને ન્યાય જરૂર મળશે. અને હું આશા રાખું છું કે ક્યાંકને ક્યાંક આ સમયમાં ભગવાન છે કે તે મારા દિકરાને ખરેખર સાચા અર્થમાં ન્યાય અપાવશે જેની મને આશા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...