ઝી મીડિયા/બ્યૂરો: વડોદરામાં (Vadodara) એક સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા (Toxic Drug) પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પરિવારના મોભી સહિત ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે આપઘાત કેસમાં થયો નવો ખુલાસો થયો છે. જો કે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ઘરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના (Vadodara) સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી 13 નંબરના મકાનમાં રહેતા નરેન્દ્ર સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી પદાર્થ પીને આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સોની પરિવારના મોભી નરેન્દ્ર સોની, ધોરણ 12 માં અભ્યાસ કરતી તેમની પુત્રી રિયા સોની અને ત્રણ વર્ષનું બાળક પાર્થ સોનીનું મોત નીપજ્યું છે. જ્યારે નરેન્દ્ર સોનીના પત્ની તેમજ પુત્ર અને પુત્રવધુની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાવિન સોની, દીપ્તિ સોની અને ઉર્વશી સોનીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચો:- Vadodara માં સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે પીધી ઝેરી દવા, ત્રણના મોત ત્રણની હાલત ગંભીર


મહત્વની વાત એ છે કે, આર્થિક સ્થિતિ બગડતાં આ સોની પરિવારે (Soni Family) આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે, હવે આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં ભાવિન સોનીએ ભરત વાઘેલા નામના શખ્સને પોતાનું મકાન વેચ્યું હતું. જેને લઇને ભરત વાઘેલાએ બાના પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી એક લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ ભાવીન સોનીએ ભરત વાઘેલાને મકાન ન વેંચતા અન્ય કોઈ શખ્સને મકાન વેચ્યું હતું. જેના પૈસા મળતા તેણે 23 લાખમાં વાઘોડિયા ખાતે મકાન નોંધાવ્યું હતું.


આ પણ વાંચો:- Bootlegger પ્રેમી સાથે મળીને મહિલાએ કરી તેના પતિની હત્યા, દટાયેલી મળી લાશ


જો કે, નવું મકાન ખરીદવા 23 લાખ આપ્યા પણ મકાન ન મળ્યું હતું, જે અંગે ભાવીન સોનીએ પોલીસમાં કેસ પણ કર્યો હતો. ત્યારે મકાન ન મળતા ભાવિન સોનીએ પોતાના મકાનની ડીલ રદ કરી હતી. જેને પગલે મકાન ખરીદવા માટે ભરત વાઘેલાએ આપેલા રૂપિયા પરત માંગવા આજે સવારે ફોન કર્યો હતો. તે દરમિયાન જ આપઘાતની ઘટના બની હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube