સૌરાષ્ટ્રના ‘મોતના ધોધ’થી જાણીતા જમજીરના ધોધે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
સૌરાષ્ટ્રના જાણીતા ગણતા ધોધમાંનો એક ધોધ એટલે જમજીરના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સૌરાષ્ટ્રના આ ધોધમાં પાણીની સારી આવક થતા ધોધ સક્રીય થવાની સાથે સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સૌરાષ્ટ્રનો આ ધોધ શિંગડા નદી પર આવેલા જમદગ્નિ આશ્રમ પાસે આવેલો છે.
રજની કોટેચા/જૂનાગઢ: સૌરાષ્ટ્રના જાણીતા ગણતા ધોધમાંનો એક ધોધ એટલે જમજીરના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સૌરાષ્ટ્રના આ ધોધમાં પાણીની સારી આવક થતા ધોધ સક્રીય થવાની સાથે સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સૌરાષ્ટ્રનો આ ધોધ શિંગડા નદી પર આવેલા જમદગ્નિ આશ્રમ પાસે આવેલો છે.
સૌરાષ્ટ્રમાં આ ચોમાસા દરમિયાન જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાને કરાણે અનેક નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થયા છે. મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઇ ગયા છે. જુનાગઢની શિંગોડા નદી છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે બે કાંઠે વહી રહી છે.
ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
જમજીરનો ધોધે પાણીની સારી આવક થવાને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ચોમાસામાં આ ધોધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તંત્ર દ્વારા આ ધોધ પાસે જવાની મનાઇ ફરમાઇ દેવામાં આવે છે. છતા અહિયા લોકો જતા હોય છે. સૌરાષ્ટ્રના આ જાણીતા ધોધને ‘મોતનો ધોધ’ પણ કહેવામાં આવે છે. આ ધોધમાં હાલ શિંગોડા નદીનું પાણી બિહામમા સ્વરૂપે વહી રહ્યું છે.
જુઓ LIVE TV :