સુરત : સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જો સુરતને બાદ કરી દેવામાં આવે તો કોરોનાથી મુક્ત થવાને માત્ર 2 કદમ દુર છે. સુરત શહેર રેડ ઝોનમાં છે અને ત્યાંથી નિયમિત કોરોનાના કેસ આવ્યા કરે છે. તે સિવાયનાં દક્ષિણ ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લા કોરોના મુક્ત થઇ ચુક્યા છે અથવા તો થવાની અણી પર છે. તાપી જિલ્લો કોરોના મુક્ત થઇ ચુક્યો છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનાં 1-1 દર્દીઓ જ છે. જે પણ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન અનુસાર કાલે તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા હેલ્થ ઓફીસરે વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદથી દિલ્હી જવા માટે પ્રથમ ટ્રેન રવાના થઇ, 41 મુસાફરોનું ટેમ્પરેચર વધુ આવતા જવા ન દેવાયા

તાપી જિલ્લાનો પ્રથમ કેસ માયપુરની બુટલેગર મહિનાનો 20 એપ્રીલે નોંધાયો હતો. જે 4 મેના રોજ સાજા થયા અને રકા આપી દેવાઇ. જો કે કુકરમુંડાના એક દર્દી કે જેઓ અમદાવાદમાં કેન્સલની સારવાર લઇ રહ્યા હતા તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ કાલે રજા આપી દેવામાં આવી હતી. જો કે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. તેમણે 1 મે કોરોના પોઝિટિવ થયા હતા અને 11 તારીખે તેઓ કોરોના મુક્ત થયા હતા. 


સરકારે કુહાડી પર પગ માર્યો? આંતર જિલ્લા હેરફેરનાં પગલે શાંત રહેલા જિલ્લાઓમાંથી કોરોનાના કેસ

ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણ કેસ પોઝિટિવ આવ્યા. જો કે આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ મળી ગયું હતું. ગઇ કાલે ડાંગનાં ત્રીજા અને અંતિમ દર્દીને રજા આપી દેવામાં આવી હતી. ત્રણેય દર્દીઓ સ્વસ્થ થતા તેને સાત દિવસ માટે ઘરમાં જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.


સરકારે કુહાડી પર પગ માર્યો? આંતર જિલ્લા હેરફેરનાં પગલે શાંત રહેલા જિલ્લાઓમાંથી કોરોનાના કેસ

વલસાડમાં એકનું મોત અને ચાર રિકવર
વલસાડ જિલ્લામાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ધકમપુરના એક યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વલસાડ જિલ્લાનો પહેલો કેસ 20 એપ્રીલે નોંધાયો હતો. ત્યાર બાદ 6 કેસ નોંધાયા હતા. જેમાં ચાર રિકવર થઇ ગયા છે. હાલ વલસાડમાં 1 જ કેસ એક્ટિવ છે.


ઠંડાપીણા, આઇસ્ક્રીમ કે ફ્રોઝન ફુડથી નથી ફેલાતો કોરોના, સરકારે ઉત્પાદન વેચાણને મંજુરી આપી

નવસારી જિલ્લામાં પણ કુલ 7 કેસ નોંધાયા છે. જેમાં ચીખલીનાં 3 કેસ, જો કે હાલ તો 6 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. જયારે એક દર્દીની સારવાર હાલ ચાલી રહી છે. આ દિવસો દરમિયાન કોઇ નવો કેસ પણ નથી નોંધાયો. જ્યારે અંતિમ દર્દીને પણ ઝડપથી રજા આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube