સરકારે કુહાડી પર પગ માર્યો? આંતર જિલ્લા હેરફેરનાં પગલે શાંત રહેલા જિલ્લાઓમાંથી કોરોનાના કેસ

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 362 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 466 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત નિપજ્યાં છે.
સરકારે કુહાડી પર પગ માર્યો? આંતર જિલ્લા હેરફેરનાં પગલે શાંત રહેલા જિલ્લાઓમાંથી કોરોનાના કેસ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 362 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 466 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત નિપજ્યાં છે.

નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 267 કેસ નોંધાયા હતા. વડોદરામાં 27, સુરતાં 30, ભાવનગરમાં 2, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટા ઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં 7, ગીર સોમનાથમાં 5, ખેડામાં 3, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 2, દેવભુમિ દ્વારકામાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 362 કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોલ Covid 19ના કુલ 8804 દર્દીઓ થયા છે, જે પૈકી 30 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 સ્ટેબલ છે. 3246 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 537 લોકોનાં મોત નિપજ્યાં છે. 

ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 8904 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 110633 લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ 88891 નવા કેસ નોંધાયા છે, ભારતમાં 3604 નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં 362 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ 400257 કુલ કેસ થયા છે. ભારતમાં 70756 કેસ અને ગુજરાતમાં 8904 કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા 4531 લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં 87 અને ગુજરાતમાં 24 છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં 278892 પર પહોંચ્યો છે, ભારતમાં 2293 અને ગુજરાતમાં 537 લોકોનાં મોત નિપજ્યાં છે.

આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા 101105 પર પહોંચી હતી. જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા 7052 પર પહોંચી છે. આ ઉપરાંત 144322 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં 6092 લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં 733 લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ 151147 લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news