ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝની હાલત કફોડી, લોકો હવે ગુજરાતના 500 કિમી અંદર આવતાં વિસ્તારોમાં ફરવાનું પસંદ કરે છે
- મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ (corona test) ફરજિયાત થતાં સાઉથ ગુજરાતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કરાયેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કરાવી દીધા
ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં કોરોના ફેઝ 2 ને કારણે સરકાર દ્વારા ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ (night curfew) લગાડવામાં આવ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુના કારણે ટુરિઝમ (tourism) ઈન્ડસ્ટ્રીની હાલત ફરી એક વખત કફોડી બની છે. મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ (corona test) ફરજિયાત થતાં સાઉથ ગુજરાતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કરાયેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કરાવી દીધા છે. જેથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : ઈન્દિરાબેનના મોતનો અમદાવાદ સિવિલના તંત્ર પર આરોપ, નેગેટિવ રિપોર્ટ છતાં કોવિડ વોર્ડમાં દાખલ કર્યાં
દિવાળી પહેલાના બુકિંગ કેન્સલ થવા લાગ્યા
દિવાળી વેકેશનમાં સાઉથ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં જતા હોય છે. પરંતુ અચાનક જ કોરોના ફેઝ- 2 માં સંક્રમણ વધતાં લોકોએ અગાઉ કરેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા માંડ્યા છે. આ અંગે સુરતના ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિતેશ પારેખે જણાવ્યું હતું કે, લોકો ગુજરાતના 500 કિલોમીટર અંદર આવતાં આ વિસ્તારમાં ફરવાનું વધારે પસંદ કરે છે. અગાઉ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા બુકિંગ મોટાભાગે કેન્સલ થઈ રહ્યા છે. 80% બુકિંગ કેન્સલ થયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના કાબૂ બહાર, 20 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં કેદ
કોરોના ટેસ્ટ ફરજિયાત થતા લોકો ભયભીત બન્યા
તો ટુરિઝમનો વ્યવસાય કરનારા કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરાયેલ બુકિંગ લોકો કેન્સલ કરી રહ્યા છે. કારણકે ત્યાંની સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે અને કેટલાક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથી. ટેસ્ટના કારણે લોકો ભયભીત પણ છે. આ જ કારણ છે કે 80 ટકા લોકોએ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે. કુલદીપ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી મુશ્કેલી ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોની એ છે કે બુકિંગ એક તરફ કેન્સલ થઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથી. અમારા રૂપિયા બંને બાજુથી ડૂબી રહ્યાં છે.
આ પણ વાંચો : હચમચી ઉઠી ગીર-સોમનાથની ધરતી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા