રાજેન્દ્ર ઠક્કર, ભુજ: પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબીયાએ લોકડાઉન વચ્ચે માનવતા મહેકાવી છે. ભુજના જેષ્ઠાનગરમાં કેન્સર પીડીત દર્દી માટે એસપીએ ભાવનગર પોલીસનો સંપર્ક કરી ભાવનગરથી આયુર્વેદિક દવા મંગાવી આપી હતી. દવા ભુજ આવી પહોંચતા એસપી પોતે પરિવારને દવા આપવા પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં APL-1 કાર્ડધારકોને પણ એપ્રિલમાં વિનામૂલ્યે રાશન


ભુજના જેષ્ઠાનગરના રોનક ચોકમાં રહેતા 68 વર્ષિય નીજારભાઈ થાવરને કેન્સરની ત્રણ ગાંઠ છે. ઉપરાંત ફેફેસા અને શ્વાસની તકલીફ છે. તેઓ ભાવનગરના ગાણીયાધાર ગામે વૈદ્ય પાસેથી આયુર્વેદિક દવા મેળવે છે. તેમની પાસે ૩૧ માર્ચ સુધીની દવા હતી. પરંતુ લોકડાઉનના કારણે જથ્થો ખુટી જતા તકલીફ પડી હતી. જેથી પોલીસનો સંપર્ક કરી પોલીસવડા સૌરભ તોલંબીયાને જાણ કરાઈ હતી. એસપીએ બીમારીની ગંભીરતાને સમજી તરત જ ભાવનગર એસપીનો સંપર્ક કર્યો હતો. અને ભાવનગર એસપીએ ગાણીયાધાર પોલીસનો સંપર્ક કરી આયુર્વેદિક દવાઓ મેળવી અને વાહન મારફતે રાજકોટ મોકલી હતી. 


કોરોના અપડેટ: દ.કોરિયામાં જે પદ્ધતિથી કામ થયું અમે પણ એ જ રીતે કરી રહ્યાં છીએ-નહેરા


રાજકોટથી ઈન્ડીયન ગેસની બોટલોના ટ્રાન્સપોર્ટ વાહન મારફતે દવા ભુજ પહોચાડાઈ હતી. જેથી સંવેદનશીલ એસપી સૌરભ તોલંબીયા પોતે જેષ્ઠાનગરમાં પરિાવરના ઘરે પહોંચ્યા હતા. અને દવાઓ આપી હતી. એસપીએ હજી પણ દવાની કે કોઈ અન્ય વસ્તુની જરૂરીયાત હોય તો જણાવવા અનુરોધ કર્યો હતો. પરિવારે પોલીસની આ સહાયની કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube