Gujarat: સરકાર કે સિસ્ટમ સામે મોરચો ખોલશો તો 72 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી, આ SPએ જાહેર કર્યા નિયમો
Jamnagar SP order: ગુજરાતના જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે સરકારી કચેરીઓમાં આવનારા લોકો અને જૂથોને 72 કલાક પહેલાં નોટિસ આપીને મંજૂરી લેવી પડશે. આ પછી જ વિરોધ પ્રદર્શન કે મેમોરેન્ડમ આપી શકશો. આ સાથે SPએ વિરોધ પ્રદર્શનમાં સંખ્યા પણ ફાયનલ કરી દીધી છે. .
Jamnagar SP order: ગુજરાતના જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક તેમના એક આદેશને કારણે ચર્ચામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે આદેશ જારી કર્યો છે કે વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ કરવાના સંબંધમાં સરકારી કચેરીઓની મુલાકાત લેતા લોકો અને જૂથોએ 72 કલાક અગાઉ જાણ કરવી પડશે.
ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા! આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શુ છે આગાહી
પોલીસ અધિક્ષકે તેમના આદેશમાં કહ્યું છે કે આ રજૂઆતોમાં ખાસ કરીને વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ આપવા માટે માત્ર પાંચથી સાત લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એસપીએ પોતાના આદેશમાં કહ્યું છે કે આ આદેશ તમામ સરકારી કચેરીઓ પર લાગુ થશે. વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ આપતાં પહેલાં પરવાનગી લેવી પડશે. આ પરવાનગી સંબંધિત કચેરીઓ પાસેથી મેળવવાની રહેશે.
નરોડામાં બાંધકામ સાઈટ પર મોટી દુર્ઘટના; મહિલા શ્રમિક સહિત ત્રણના કરૂણ મોત
ઓફિસમાં સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ
એસપી જામનગર પ્રેમસુખ દેલુ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, મેમોરેન્ડમ આપતી વખતે અથવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરતી વખતે, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અને અન્ય જિલ્લા કક્ષાની સરકારી સુવિધાઓ જેવી કચેરીઓની મુલાકાત લેવા માટે પૂર્વ પરવાનગી લેવાની રહેશે. આ ઓર્ડરોનો હેતુ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને આવી પ્રવૃત્તિઓ દરમિયાન વ્યવસ્થા જાળવવાનો છે. એસપીએ પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારી કચેરીઓના પરિસરમાં કોઈ રેલી કે માર્ચની મંજૂરી આપવામાં આવશે નહીં. વિરોધ સાથે સંકળાયેલ કોઈપણ સૂત્રોચ્ચાર સરકારી સુવિધાના મુખ્ય પ્રવેશદ્વાર પર સમાપ્ત થવો જોઈએ. વધુમાં, વિરોધીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમની પ્રવૃત્તિઓ નજીકના રસ્તાઓ પર ટ્રાફિકને અવરોધે નહીં.
વિરાટ-રોહિતને આઉટ કરનાર પાકિસ્તાની બોલરની ભારતને ચેતવણી; કહ્યું- આ તો શરૂઆત...
કોણ છે પ્રેમસુખ ડેલુ?
પ્રેમસુખ ડેલુ, જેઓ હાલમાં ગુજરાતના જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકની જવાબદારી સંભાળી રહ્યા છે, તે રાજસ્થાનના બિકાનેરના રહેવાસી છે. IPS બનતા પહેલાં તેઓ પટવારી હતા. પટવારી તરીકે કામ કરીને તેણે માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો. પ્રેમસુખ, જેઓ ખૂબ જ તેજસ્વી છાત્ર હતા. તેમણે 6 વર્ષમાં 12 નોકરીઓ માટે ક્વોલિફાય કર્યા પછી આઈપીએસ બન્યા હતા. 2016 બેચના IPS અધિકારી પ્રેમસુખ ડેલુંએ ઈતિહાસમાં વિષયમાં B.Ed કર્યું છે.
આડા સંબંધમાં ખૂની ખેલ: માત્ર 2 લાખ આપવાની ના પાડતા પુત્રવધૂએ સસરાનું કાસળ કાઢ્યું!