મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં આજે વિજ્યાદશમી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા પોલીસ દ્વારા પોલીસે હેડ કવાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે શાસ્ત્રોકત વિધિથી પોલીસ વિભાગના તમામ હથિયારો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથિયારો સાથે અશ્વદળ અને પોલીસ વિભાગના વાહનોનું પણ પૂજન કરાયું. આ સમયે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો પણ શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમીના પાવન પર્વે નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.


અહીં 14 જાન્યુઆરીએ નહી પણ દશેરાના દિવસે ઉજવાય ઉત્તરાયણ, જાણો શું છે કારણ 


અસત્ય પર સત્ય નો વિજય એટલે દશેરા અને લોકો ભયમુક્ત વાતાવરણમાં રહે તે માટે જામનગર પોલીસ હંમેશા કટિબદ્ધ રહે છે. લોકોની રક્ષા કરે છે તેમ જણાવી દશેરાના પાવન પર્વની સૌ કોઇ જામનગર વાસીઓને જિલ્લા પોલીસ વડા શરદ સિંધલે શુભેચ્છાઓ પાઠવી હતી.


જુઓ LIVE TV