લો બોલો: પૈસા માટે પત્નીને પતિ જ કરતો હતો બ્લેકમેલ, આપતો આવી વિચિત્ર ધમકી
સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પતિ પત્ની અને વોના કિસ્સાઓ ઉપરાંત પ્રેમીઓ અને અંગત પળોની તસ્વીરો વાયરલ કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સાયબર ક્રાઇમના ચોપડે નોંધાયો છે. જેમાં પતિ પત્નીની અંગત પળોની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે. પતિ પગ્નીના પ્રેમ લગ્નમાં ખટરાગ આવતા બનેલી આ ઘટનાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.
સુરત : સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પતિ પત્ની અને વોના કિસ્સાઓ ઉપરાંત પ્રેમીઓ અને અંગત પળોની તસ્વીરો વાયરલ કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સાયબર ક્રાઇમના ચોપડે નોંધાયો છે. જેમાં પતિ પત્નીની અંગત પળોની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે. પતિ પગ્નીના પ્રેમ લગ્નમાં ખટરાગ આવતા બનેલી આ ઘટનાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.
અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ ખાબકતા જળબંબાકાર
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વેડ રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાના પ્રેમ લગ્ન તયા હતા. જો કે બંન્નેના લગ્ન અંગે માતા પિતા સંમત નહી હોવાથી તેઓ સંમત થાય ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જો કે પતિ એક અથવા બીજા કારણે વારંવાર પત્ની પાસેથી પૈસા પડાવતો હતો. જો રૂપિયા ન મળે તો ગુસ્સે થઇ માર મારતો અને ગાળો પણ ભાંડતો હતો. આ ઉપરાંત પોતાના અંગલ પળની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આ અંગે મહિલાએ ફરિયાદ કરતા હાલ પોલીસે તપાસ આદરી છે.
કલાકારોને સહાય કરવા હિતુ કનોડિયાએ CMને કરી માંગ, કહ્યું-લોકડાઉનમાં હાલત કફોડી થઈ છે
મહિલાએ પોતાના જ પતિ જીતેન્દ્ર કરશન મકવાણા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં એક બેંકનુ ખાતુ ખોલાવતા સમયે જીતેન્દ્ર સાથે મુલાકાત થઇ હોવાનું મહિલાએ જણાવ્યું છે. ત્યાર બાદ બંન્ને બેંકમાં સાથે નોકરી કરવા લાગ્યા હતા. દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા અને ત્યાર બાદ પ્રેમ થયો હતો. જો કે જીતેન્દ્ર પહેલાથી જ મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો. જો તેમ ન કરે તો હાથની નસ કાપવાની ધમકી પણ આપતો હતો.
વિધવા પુત્રીના દુખ દૂર કરવા માટે માતાજીના નામે પિતાએ 3000 નું ટોળું એકઠું કર્યું
એકવાર જીતેન્દ્ર તેને વકીલની ઓફીસે લઇ ગયો. બંન્નએ 23-11-2017ના રોજ લગ્ન કર્યા હતા. જો કે ઘરના વડીલો સંમત થાય ત્યાર બાદ જ બંન્નેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જો કે લગ્ન બાદ જીતેન્દ્રએ મહિલા પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જો પૈસા ન આપે તો માર મારવો અને અંગત પળો વાયરલ કરવાની ધમકી જેવા હથકંડા અપનાવવાનાં ચાલુ કર્યા હતા. જેથી કંટાળી આકરે મહિલાએ પોલીસ કેસ દાખલ કર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube