ચેતન પટેલ/સુરત :સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 


બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર મોકલવાના નિર્ણય અંગે આજે ગાંધીનગરની કમિટીની ટીમ સુરત પહોંચી હતી. જેમાં સુરતની કલેક્ટરની કચેરી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાણાની અને મહેન્દ્ર પટેલ પણ સામેલ રહ્યા હતા. તમામની ચર્ચા બાદ રત્ન કલાકારોને મોકલવાનો નિર્ણય કરાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રત્ન કલાકારોને મોકલાશે. સ્લીપર બસોના માધ્યમથી રત્ન કલાકારો સૌરાષ્ટ્ર પહોંચશે. અહીથી ઉપડતી બસો અને લોકોનું લિસ્ટ સૌરાષ્ટ્રમાં આપવામાં આવશે.


બાળકોને હાથમાં તેડી, બિસ્તરા-પોટલા ઉંચકી ગોધરા રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયોઓ વતન જવા નીકળ્યા