અમદાવાદમાં ચાઈલ્ડ ફ્રેન્ડલીનું ઉદ્ઘાટન, પોલીસકર્મીઓને પણ હેલ્મેટ પહેરવા હર્ષ સંઘવીએ કરી ટકોર, જાણો શું કહ્યું?
અમદાવાદ પોલીસ દ્વારા પાલડી પોલીસ મથક ખાતે કાળજી અને સંભાળ ની જરૂરિયાત વાળા બાળકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે ઉપયોગી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કર્યું છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ખાસ ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવવામાં આવ્યો હતો. જેનું આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વર્ચ્યુઅલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા પોલીસે દ્વારા પોલીસ કર્મચારીને હેલ્મેટ વિતરણ કરી બાઈક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.
ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત
અમદાવાદ પોલીસ દ્વારા પાલડી પોલીસ મથક ખાતે કાળજી અને સંભાળ ની જરૂરિયાત વાળા બાળકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે ઉપયોગી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કર્યું છે. જે પોલીસ મથકમાં બાળકો અલગ અલગ એક્ટિવિટી કરી શકે અને પોલીસ અને બાળકો વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોના મનમાં પોલીસ માટે સારા વિચારો રહે અને બાળકો જરૂર પડે પોલીસ પાસે જાય તેવા ઉદ્દેશ્યથી આ ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો છે, જેનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલી કર્યું હતું.
જાડેજા મેદાનમાં તો રિવાબા જામનગરની પીચ પર ફટકારી રહ્યાં છે ચોગ્ગા- છગ્ગા, છોટાકાશીની
બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલીને લીલી ઝંડી આપી પોલીસ કર્મચારીને હેલ્મેટ વિતરણ કર્યું હતું. હેલ્મેટ વિતરણ માં પોલીસ કર્મચારી ને અને હોમગાર્ડ, જીઆઇડી જવાનો સહિત 1850 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI હંસાબેન ચાવડાનું એક મહિના પહેલા અકસ્માતમાં મોત નિપજ્યું હતું, તેવામાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓ ને હેલ્મેટ આપવાનો નિર્ણય લીધો હતો. આ કાર્યક્રમમાં સામેલ તમામ પોલીસ જવાનોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવતીને પ્રેમીએ આપ્યું દર્દનાક મોત, બદલો લેવા જીવતી દાટી
આ કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ દ્વારા સુંદર આયોજન કરી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કર્યું છે, નાના બાળકો હંમેશા પોલીસ થી ડરતા હોય છે અને તેવામાં આ પ્રકારનું પોલીસ સ્ટેશન ખૂબ ઉપયોગી નીવડશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા બાળકોની ચિંતા કરતા હોય છે અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ બાળકોની સલામતી માટે પ્રયાસ કરે છે, તેવામાં આવા પ્રોજેક્ટ થકી એક સેતુ બાંધી શકાશે.
સ્ટંટબાજો ભૂલ્યા કાયદાનું ભાન, ટ્રાફિકથી વ્યસ્ત રહેતા SG હાઇવે પર યુવકે કર્યા સ્ટન્ટ