• આવતી કાલે પ્રધાનમંત્રી દાહોદના મહાસંમેલનમાં હાજરી આપશે 

  • આદિવાસી મહાસંમેલનમાં ખાસ પ્રકારનો ડોમની ચર્ચા થઈ

  • દાહોદમા બનેલો એશિયાનો સૌથી મોટો ડૉમ


હરીન ચાલિહા/દાહોદ :ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમલેનમાં ઉપસ્થિત રહેશે અને અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ત્યારે તેમના મહાસંમેલનમાં બનાવેલ ડોમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમ માટે બનાવાયેલો ડોમ ખાસ બની રહ્યો છે, જેમા આદિવાસીઓના ટેલેન્ટની પણ ચર્ચા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદભુત રચના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાનારા આદિવાસી મહાસંમેલનમાં સહભાગી થશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની પૂર્વપટ્ટીના જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુરના આદિજાતિ બાંધવો મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કાર્યક્રમના સમગ્ર આયોજનની બે વિશેષતાઓ ઉડીને આંખે વળગે એવી છે. આ મહાસંમેલનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં 2 લાખ જેટલા લોકો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. 


  • 17.98 લાખનું ક્ષેત્રફળ ધરાવતો ડોમ સંપૂર્ણ ફાયરપ્રુફ છે 

  • 600 મીટર લાંબા અને 132 ફૂટ પહોળા મેઈન ડૉમમાં વચ્ચે એક પણ થાંભલો નથી મૂકાયો



ડોમ સંબંધિત આંકડાઓ તેની વિશાળતાનો ખ્યાલ આપે છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ 17.98 લાખ ચોરસ ફૂટ છે. 14 લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં 7 ડૉમની હરોળ છે, જે પૈકી 5 જર્મન ડૉમ છે. લંબાઈમાં ૬૦૦ મીટર સુધી પથરાયેલા અને ૧૩૨ ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે, આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : બનાસકાંઠા જતા પહેલા પીએમ મોદીએ હિરાબાને કર્યો ફોન


ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો સતત છંટકાવ કરી વાતાવરણમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામં આવી છે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા દ્વારા તમામ ગતિવીધિઓની ઉપર બાઝ નજર રાખવામાં આવશે.


ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. ફ્લોરિંગથી શરૂ કરી ડૉમ  બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા મટીરીયલ ઉપર વિશેષ પ્રકારનો સ્પ્રે છાંટી તેને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : 


સાવલીમાં ફરી જૂથ અથડામણ, એક જૂથના લોકો ફૂલસ્પીડે બાઈક ચલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યાં 


શિક્ષણ વિભાગ આટલુ પણ કરી શક્તુ નથી, કોના વાંકે ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો