જયંતિ સોલંકી/વડોદરા: વડોદરા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ આજરોજ કરવામાં આવી હતી. સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓ અનુસાર રિટર્ન કરવામાં આવી હતી. નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાતા સ્કૂલ વાનું ને ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. કહી શકાય કે હરની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રાફિકની ડ્રાઇવ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીઓમાં ફફડાટ! અમદાવાદમાં એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ


હરનીના લેક ઝોન ખાતે બોર્ડ પલટી ખાઈ જતા 12 બાળકો તેમજ બે શિક્ષિકાઓનો મોત થતા સમગ્ર રાજ્યમાં મચી ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા હવે એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના અનેક ખાનગી સ્કૂલોના સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓમાં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડી જતા સ્કૂલ વન ડ્રાઇવર ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા સ્કૂલ વાહનોને ડીટેઇન કરવાની કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 


હવે ચેતી જજો! ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી; જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગાહી


વિવિધ વિસ્તારોમાં 100થી વધુ સ્કૂલ વાહનો આજરોજ ડીટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં 15 થી વધુ ટીમોએ રોડ પર ઉતરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ આપવાની સાથે સાથે જ સ્પેશિયલ ડ્રાઇવર અનુસાર નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાતા સ્કૂલ વાહન ચાલકોના પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં સ્કૂલ વાહનો સહિત બારદારી વાહનો પણ ડીટેઇન કરવામાં આવ્યા હતા. 


ગુજરાતમાં કોંગ્રેસ કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ; શ્વાન સાથે પહોંચ્યા ઓફિસ


ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કાર્યવાહી ચાલુ રહેશે શહેરની ટ્રાફિક પોલીસની બે ટીમો રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઓવર સ્પીડ સહિત સ્કૂલ વાહનો વિરોધ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમજ નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી જતા સ્કૂલ વાહનો સામે દાંડિયા કાર્યવાહી પણ કરવામાં આવશે. 


ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં છ ગણો વધારો, 28 હજાર લોકોને રોજગારી