ગુજરાત :આજે મતદાતાઓ માટે સૌથી મોટો દિવસ છે. લોકશાહીમાં એક વોટ પર હારજીતનો દાવ લાગતો હોય છે. ત્યારે વહેલી સવારે 7 વાગ્યે મતદાન કરવા માટે લોકો મતદાન બૂથ પર પહોંચી ગયા છે. સવારથી અનેક મતદાન બૂથ પર લોકો બૂથનો દરવાજો ખૂલે તેની રાહ જોઈને બેસ્યા છે. લોકસભા ચૂંટણીમાં 6:00 વાગ્યે મોક પોલથી ચૂંટણી કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના તમામ મતદાન મથકો ઉપર અને મતદાન બૂથ ઉપર મોકપોલની કામગીરી કરવામાં આવશે. ત્યારે આ વખતે દિવ્યાંગ વોટર્સ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે દિવ્યાંગ છો, અથવા તો તમારી આસપાસ કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે, તો તેમને આ માહિતી આપીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા કહી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 182 દિવ્યાંગ પોલીંગ બૂથ બનાવવામાં આવ્યા છે. દરેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગ પોલિંગ બુથ ઊભું કરાયું છે. તેથી દિવ્યાંગ મતદારો આ સુવિધાનો લાભ લઈને મત આપવા જઈ શકે છે. જેથી તેમને વધુ હાલાકીનો સામનો કરવો નહિ પડે, તેમજ લાઈનમાં પણ ઉભુ રહેવુ નહિ પડે. એટલું જ નહિ, રાજ્યનાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો બ્રેઇન લિપીમાં મતદાન કરી શકે તે મુજબની સુવિધા જિલ્લા ચૂંટણીતંત્ર ઉપલબ્ધ કરાઇ છે. તેમજ શતાયુ મતદારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 


લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં


ગાંધીનગરના દિવ્યાંગ બૂથ છે ખાસ
ગાંધીનગરનું એકમાત્ર દિવ્યાંગ પોલીંગ બૂથ સેક્ટર-7ની સરકારી પ્રાથમિક શાળામાં ઉભુ કરાયું છે. આ દિવ્યાંગ પોલીગ બુથની  વિશેષતા એ છે કે, તેમાં કામ કરતા તમામ કર્મચારીઓ દિવ્યાંગ છે


નર્મદા જિલ્લામાં 2193 જેટલાં દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેઓ માટે 17 વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. 58 દિવ્યાંગ મતદારોને તેમની માંગણી મુજબ જે તે સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તદ્ઉપરાંત જિલ્લાનાં શતાયુ સહિત 80થી વધુની વયનાં 6375 જેટલાં વડીલ મતદારોને અચૂક મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી પ્રોત્સાહિત કરતાં પત્રો એનાયત કરી મહત્તમ મતદાન દ્વારા મતદાનથી દૂર રહેતા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સહિતનાં મતદાર જાગૃતિનાં સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃત્તિ કેળવવામાં આવી છે.