close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં

લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનારા રાજ્યની 116 બેઠકો પરના મેદાનમાં ગુજરાતની તમામ 26 લોકસભા સીટનો પણ સમાવેશ થાય છે, 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 સીટ ભાજપે જીતી હતી, જાણો આ વખતે ભાજપને કોણ ક્યાં ટક્કર આપી રહ્યું છે.... 

Yunus Saiyed - | Updated: Apr 23, 2019, 12:17 AM IST
લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ રાજ્યમાં 23 એપ્રિલ,2019ના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. મત ગણતરી 23 મે,2019ના રોજ હાથ ધરાશે. લોકોને મતદાન માટે નજીકમાં જ સગવડ મળી રહે તેના માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી રાજ્યમાં મતદાન યોજવામાં આવશે. આ તમામ મતદાન મથક પર ચૂંટણી પંચે EVM મશીન પહોંચાડી દીધા છે અને મતદાન કર્મચારીઓએ પણ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

આ વખતે લોકસભાની સાથે-સાથે રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી ચાર બેઠકો- ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્યની ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાઈ રહી છે. 

રાજ્યમાં કુલ 4,47,46,179 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 2,32,56,688 પુરુષ મતદાર, 2,14,88,437 મહિલા અને 1,054 ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે. રાજ્યમાં આ વખતે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાનોની સંખ્યા 7,67,064 છે. 

જાણો ગુજરાતની કઈ લોકસભા બેઠક પર કયા ઉમેદવારોની ટક્કર છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં અહીં શું પરિણામ રહ્યું હતું. 

1. કચ્છ (એસસી અનામત) 
ભાજપઃ વિનોદ ચાવડા
કોંગ્રેસઃ નરેશ એન માહેશ્વરી. 
2014નું પરિણામઃ 
વિનોદ ચાવડા (ભાજપ)- 2 લાખતી વધુ મતથી વિજેતા. 
હરીફ ઉમેદવારઃ ડો. દિનેશ પરમાર(કોંગ્રેસ)

2. બનાસકાંઠા
ભાજપઃ પરબતભાઈ પટેલ
કોંગ્રેસઃ પરથીભાઈ ભટોળ
2014નું પરિણામઃ 
હરીભાઈ ચૌધરી(ભાજપ) 2 લાખથી વધુ મતથી વિજેતા. 
હરીફ ઉમેદવારઃ જોઈતાભાઈ કસનભાઈ પટેલ(કોંગ્રેસ)

3. પાટણ
ભાજપઃ ભરતસિંહ ડાભી 
કોંગ્રેસઃ જગદીશ ઠાકોર
2014નું પરિણામઃ 
લીલાધર વાઘેલા(ભાજપ) 2 લાકથી વધુ મતથી વિજેતા. 
હરીફ ઉમેદવારઃ ભાવસિંહભાઈ રાઠોડ(કોંગ્રેસ)

4. મહેસાણા
ભાજપઃ શારદાબેન પટેલ
કોંગ્રેસઃ એ.જે. પટેલ
2014નું પરિણામઃ 
જયશ્રીબેન કે. પટેલ(ભાજપ) 2 લાખથી વધુ મતથી વિજેતા 
હરીફ ઉમેદવારઃ પટેલ જીવાભાઈ અંબાલાલ(કોંગ્રેસ)

લોકસભા ચૂંટણી 2019: આજે ત્રીજા તબક્કાનું સૌથી મોટું 116 બેઠકો પર મતદાન

5. સાબરકાંઠા
ભાજપઃ દીપસિંહ રાઠોડ
કોંગ્રેસઃ રાજેન્દ્ર ઠાકોર
2014નું પરિણામઃ 
દિપસિંહ રાઠોડ(ભાજપ) 1 લાખ કરતાં વધુ મતધી વિજેતા.
હરીફ ઉમેદવારઃ શંકરસિંહ વાઘેલા(કોંગ્રેસ)

6. ગાંધીનગર
ભાજપઃ અમિત શાહ 
કોંગ્રેસઃ ડો. સી.જે. ચાવડા
2014નું પરિણામઃ
એલ.કે. અડવાણી(ભાજપ) 4 લાખથી વધુ મતથી વિજેતા. 
હરીફ ઉમેદવારઃ કિરીટભાઈ આઈ. પટેલ(કોંગ્રેસ)

7.અમદાવાદ પૂર્વ
ભાજપઃ હસમુખ એસ. પટેલ 
કોંગ્રેસઃ ગીતાબેન પટેલ 
2014નું પરિણામઃ
પરેશ રાવલ(ભાજપ) 2.50 લાખથી વધુ મતથી વિજેતા. 
હરીફ ઉમેદવારઃ હિંમતસિંહ પી. પટેલ (કોંગ્રેસ)

8.અમદાવાદ પશ્ચિમ (એસસી અનામત)
ભાજપઃ ડો. કિરીટ પી. સોલંકી
કોંગ્રેસઃ રાજુ પરમાર
2014નું પરિણામઃ
ડો. કિરીટ સોલંકી(ભાજપ)નો 3 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ ઈશ્વરભાઈ મકવાણા(કોંગ્રેસ)

9. સુરેન્દ્રનગર
ભાજપઃ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા
કોંગ્રેસઃ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ 
2014નું પરિણામઃ
ફતેપરા દેવજીભાઈ ગોવિંદભાઈ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ(કોંગ્રેસ)

10. રાજકોટ
ભાજપઃ મોહન કુંડારીયા
કોંગ્રેસઃ લલિત કથગરા
2014નું પરિણામઃ
મોહન કુંડારિયા(ભાજપ)નો 2.50 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ કુંરજીભાઈ મોહનભાઈ બાવળિયા (કોંગ્રેસ)

લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે

11. પોરબંદર
ભાજપઃ રમેશ ધડુક
કોંગ્રેસઃ લલિત વસોયા
2014નું પરિણામઃ 
વિઠ્ઠલભાઈ રાદડિયા(ભાજપ)નો 2.50 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ જાડેજા કાંધલભાઈ સરમનભાઈ(કોંગ્રેસ)

12. જામનગર
ભાજપઃ પૂનમબેન માડમ
કોંગ્રેસઃ મુરુભાઈ કંડોરિયા
2014નું પરિણામઃ 
પૂનમબેન માડમ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ વિક્રમભાઈ માડમ (કોંગ્રેસ)

13. જૂનાગઢ
ભાજપઃ રાજેશભાઈ ચુડાસમા
કોંગ્રેસઃ પુંજાભાઈ વંશ
2014નું પરિણામઃ 
રાજેશભાઈ ચુડાસમા(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ પુંજાભાઈ વંશ

14. અમરેલી
ભાજપઃ નારણભાઈ કછડિયા
કોંગ્રેસઃ પરેશ ધાનાણી
2014નું પરિણામઃ 
નારણ કાછડિયા(ભાજપ)નો 1.50 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ વિરજી ઠુંમર (કોંગ્રેસ)

15.ભાવનગર
ભાજપઃ ડો. ભારતીબેન શિયાળ
કોંગ્રેસઃ મનહર પટેલ
2014નું પરિણામઃ 
ડો. ભારતીબેન શિયાળ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ પ્રવીણભાઈ જે રાઠોડ (કોંગ્રેસ)

16. આણંદ
ભાજપઃ ડો. મિતેશભાઈ પટેલ
કોંગ્રેસઃ ભરતસિંહ સોલંકી
2014નું પરિણામઃ 
દિલીપ પટેલ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ ભરતસિંહ સોલંકી

 લોકસભા ચૂંટણી 2019: જાણો... મતદાન મથકે શું કરવું અને શું ન કરવું?

17. ખેડા
ભાજપઃ દેવુસિંહ ચૌહાણ
કોંગ્રેસઃ બિમલ શાહ
2014નું પરિણામઃ 
દેવુસિંહ ચૌહાણ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ દિનશા પટેલ

18. પંચમહાલ
ભાજપઃ રતનસિંહ રાઠોડ
કોંગ્રેસઃ વી. કે. ખાંટ
2014નું પરિણામઃ
પ્રભાતસિંહ ચોહાણ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ રામસિંહ પરમાર(કોંગ્રેસ)

19. દાહોદ (એસટી અનામત)
ભાજપઃ જસવંતસિંહ ભાભોર
કોંગ્રેસઃ બાબુભાઈ કટારિયા
2014નું પરિણામઃ 
જસવંતસિંહ ભાભોર(ભાજપ)નો 3 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ ડો. પ્રભાબેન તાવિયાડ

20. વડોદરા
ભાજપઃ રંજનબેન ભટ્ટ
કોંગ્રેસઃ પ્રશાંત પટેલ
2014નું પરિણામઃ  
આ બેઠક પર નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણી લડ્યા હતા અને 5 લાખથી વધુ મતથી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ તેમણે આ બેઠક ખાલી કરતાં રંજનબેન ભટ્ટ વિજેતા બન્યા હતા. 
હરીફ ઉમેદવારઃ મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ) (નરેન્દ્ર મોદીના હરીફ ઉમેદવાર)

21. છોટા ઉદેપુર (એસટી અનામત)
ભાજપઃ ગીતાબેન રાઠવા
કોંગ્રેસઃ રણજીત મોહનસિંહ રાઠવા
2014નું પરિણામઃ 
રામસિંહ રાઠવા(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય. 
હરીફ ઉમેદવારઃ નારણભાઈ રાઠવા

22. ભરૂચ
ભાજપઃ મનસુખભાઈ વસાવા
કોંગ્રેસઃ શેરખાન અબ્દુલશકુર પઠાણ
2014નું પરિણામઃ 
મનસુખ વસાવા(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ જયેશભાઈ એ. પટેલ(જયેશકાકા) (કોંગ્રેસ)

23. બારડોલી(એસટી અનામત)
ભાજપઃ પ્રભુભાઈ વસાવા
કોંગ્રેસઃ તુષાર ચૌધરી
2014નું પરિણામઃ 
પ્રભુ વસાવા(ભાજપ)નો 1.20 લાખથી વધુ મતથી વિજય
હરીફ ઉમેદવારઃ તુષાર ચૌધરી(કોંગ્રેસ)

24. સુરત
ભાજપઃ દર્શના જરદોશ
કોંગ્રેસઃ અશોક અધેવાડ
2014નું પરિણામઃ 
દર્શના જરદોશ(ભાજપ)નો 5 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ દેસાઈ નૈષધભાઈ ભુપતભાઈ(કોંગ્રેસ)

25. નવસારી
ભાજપઃ સી.આર. પાટીલ
કોંગ્રેસઃ ધર્મેશ બી. પટેલ
2014નું પરિણામઃ 
સી.આર. પાટીલ(ભાજપ)નો 5 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ મકસુદ મિર્ઝા (કોંગ્રેસ)

26. વલસાડ
ભાજપઃ ડો. કે.સી. પટેલ
કોંગ્રેસઃ ચૌધરી જીતુભાઈ હરીભાઈ 
2014નું પરિણામઃ 
ડો. કે.સી. પટેલ(ભાજપ)નો 2 લાખથી વધુ મતથી વિજય.
હરીફ ઉમેદવારઃ કિશનભાઈ વિ. પટેલ (કોંગ્રેસ)

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....