અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાથી (Coronavirus) સાજા થઈ રહેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis) ભય વધ્યો છે. બ્લેક ફંગસના નામે ઓળખાતી આ સમસ્યા ખાસ કરીને જે લોકોમાં હાઈ સુગર છે અને જેમની ઈમ્યુનિટી (Immunity) લો થઈ છે તેવા લોકોને સરળતાથી શિકાર બનાવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી (Coronavirus) સારવાર માટે જેમણે સ્ટીરોઈડના ઇન્જેક્શન (Injections of steroids) લીધા અને જેમની ઇમ્યુનિટી (Immunity) ઘટી એ લોકો મ્યુકોરમાઇકોસિસના શિકાર થઈ રહ્યા છે. નાક અને મોંઢાના માધ્યમથી મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) શરીરમાં પ્રવેશે છે, હાડકાની પણ આરપાર એ ફંગસ પહોંચે છે. મ્યુકોરમાઇકોસિસથી બચવા માટે શું છે ઉપાયએ મામલે ZEE 24 કલાક એ આંખના નિષ્ણાંત ડોકટર પાર્થ રાણા સાથે વાતચીત કરી હતી.


ડોક્ટર પાર્થ રાણાએ જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસિસથી (Mucormycosis) બચવા માટે આપણે જે ખાઈએ છીએ તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોરોનામાં જે હોસ્પિટલમાં દાખલ થાય છે એ લોકો નાહવાનું છોડી દે છે, એવું ના કરવું જોઈએ, જેમના નખ મોટા છે, હાથ ધોયા વગર જે કંઈપણ ખાઈ રહ્યા છે તેઓ માટે મ્યુકોરમાઇકોસિસ ખતરનાક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે છૂટાછેટાની અરજીમાં વધારો, ડિવોર્સ માટે સામે આવ્યું આ કારણ


જે લોકોને ડાયાબીટીસ છે એમણે દિવસમાં 3 થી 4 વાર સુગર માપવો જોઈએ, જો સુગર કંટ્રોલમાં હશે તો મ્યુકોરમાઇકોસીસથી બચવાની શકયતા વધી જાય છે. અત્યારે કોરોનાથી સાજા થઈ રહેલા લોકો મ્યુકોરમાઇકોસીસથી ડરીને એન્ટીફંગસ દવા માગી રહ્યા છે, જેની બિલકુલ જરૂર નથી, એન્ટીફંગસ દવા લેવાથી મ્યુકોરમાઇકોસિસ નહીં થાય એવું લોકો માને છે, જે ખોટું છે.


આ પણ વાંચો:- ડ્રાઈવરની એક ભૂલને કારણે અકસ્માતમાં સુરતના 3 યુવકોનો જીવ ગયો, વતનમાં સેવા કરવા ગયા હતા...


એમ્ફોટેરેસીન B દવા પણ ડરના મારે બિનજરૂરી રીતે લોકોએ લેવી ના જોઈએ. નાક જામ થાય, આંખની આજુબાજુમાં દુખાવો થાય કે સોજા આવે, મોંઢામાં આવેલું તાળવું કાળું પડે, દાંત ઢીલા પડે, આંખની રોશની ઓછી થાય તો મ્યુકોરમાઇકોસીસથી ચેતીને તરત ડોકટર પાસે સારવાર લેવી જોઈએ.


આ પણ વાંચો:- વડોદરામા મ્યુકોરમાઈકોસિસના દર્દી એટલા વધ્યા કે ઉભો કરવો પડ્યો નવો વોર્ડ


રેમડેસિવિર ઇન્જેક્શનમાં જેમ સાઈડ ઇફેક્ટ હતી એમ જ મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે વપરાતા ઈન્જેક્શનથી એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શનથી કિડની પર ખરાબ અસર થઈ શકે છે. ગયા વર્ષે મ્યુકોરમાઇકોસીસથી 50 ટકા લોકોના મોત થતા હતા કેમ કે, મ્યુકોરમાઇકોસીસ અંગે ડોક્ટરોને પણ ખાસ જાણકારી ન હતી.


આ પણ વાંચો:- ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ભાસ્કર પટેલે માર્કશીટ મામલે કહી આ વાત


મ્યુકોરમાઇકોસીસમાં અલગ અલગ ફેકલ્ટીના ડોકટરોની જરૂર પડે છે એટલે સમય સાથે હવે સારવાર સરળ બની રહી છે. આ વર્ષે 30 ટકા જેટલો ડેથ રેશિયો મ્યુકોરમાઇકોસિસથી જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube