31 ડિસેમ્બરે દમણનો પ્રવાસ કરનારા લોકોને થઇ શકે છે જેલ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન
ગુજરાતમાં દારૂબંધીને કારણે તહેવારોમાં દારૂની મહેફિલ માણવા માટે મોટા ભાગના લોકો ગુજરાત બહારનો પ્રવાસ કરવા જતા હોય છે. ત્યારે મોટા ભાગના લોકો દારૂની મહેફિલ માણવા માટે દમણ અને આબુ, રાજસ્થાન જેવા સ્થળો હોટ ફેવરિટ માનવામાં આવે છે. જ્યારે દમણમાં પણ હવે ખુલ્લે આમ બેસને દારૂનો નશો કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેનું ફરમાન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીને કારણે તહેવારોમાં દારૂની મહેફિલ માણવા માટે મોટા ભાગના લોકો ગુજરાત બહારનો પ્રવાસ કરવા જતા હોય છે. ત્યારે મોટા ભાગના લોકો દારૂની મહેફિલ માણવા માટે દમણ અને આબુ, રાજસ્થાન જેવા સ્થળો હોટ ફેવરિટ માનવામાં આવે છે. જ્યારે દમણમાં પણ હવે ખુલ્લે આમ બેસને દારૂનો નશો કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેનું ફરમાન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
હવે કરી ભૂલ તો થશે જેલ
આ સાથે જ હવે દમણના બીચ પર કે બીજા સ્થળ પર દારૂની મહેફિલ નહિ માણી શકાય. જો આ નિયમનો ભંહ કરાશે તો વ્યક્તિએ જેલમાં જવાની તૈયારી રાખવાની રહેશે. દમણના જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર દ્વારા કલમ 144 અંતર્ગત આ આદેશ આપવામાં આવ્યો છે. દમણ જઇને દારૂની મહેફિલ માણતા મોટા ભાગના ગુજરાતીઓ દારૂ પીને રોડ રસ્તાઓ પર વાદ વિદાદ કરતા નજરે પડે છે.
કલેક્ટરે વધુમાં કહ્યું કે, નશાની હાલતમાં લોકો દ્વારા મોટી સંખ્યામાં ગુનાહિત પ્રવૃતિઓ કરવામાં તથા દારૂની બોટલોને જાહેરમાં ફોડવા જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. સ્થાનિક લોકોને આ પ્રકારની પ્રવૃતિઓથી દમણમાં રહેવા માટે પણ ભય લાગી રહ્યો છે. તેથી સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કર્યો છે. જેથી આગામી 2 મહિનામાં ક્રિસમસ અને ન્યૂયરની રજાઓમાં આ પ્રકારની પ્રવૃતિઓ પર કાબુ મેળવી શકાય.
વધુમાં વાંચો...નવસારીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા, મૃતદેહ મેળવવા પરિવારના વલખા
દારૂની મહેફિલ માટે દમણ શા માટે હોટ ફેવરિટ
દમણ એક કેન્દ્ર શાષિત પ્રદેશ હોવાને કારણે ત્યાં અલગ-અલગ પ્રકારની અને સસ્તો દારૂ મળતો હોવાથી મોટી સંખ્યામાં તહેવારોમાં ગુજરાતનીઓ આ સ્થળની મુલાકાતે આવતા હોય છે. આ નવા આદેશથી આગામી ફેસ્ટિવલ સીઝનમાં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા પર માઠી અસર પડે તેવું દમણ ટુરિઝમ ડીપાર્ટમેન્ટને લાગી રહ્યું છે.
ગુનો નોધી કરાશે જેલ
નવા આદેશ મુજબ દમણની જાહેર જગ્યાઓ જેવી કે બીચ, જાહેર રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ વગેરે જેવી અન્ય ઘણી જગ્યાએ દારૂ પીવોએ એક ગુનો બનશે અને જો આ આદેશનો ઉલ્લંઘન થાયતો IPCના સેકશન 188 અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશથી તમામ સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તેમજ પરિવાર સાથેના પ્રવાસન સ્થળ તરીકે પણ વધારો કરી શકાય તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે.