અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 મેએ જાહેર થયું હતું. હવે પરિણામ બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓએ કરવી પડશે ઓનલાઇન અરજી
ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી, અવલોકન તથા ઓએમઆર સીટની નકલ મેળવવા માટે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી 26 મે બપોરે 12 કલાકથી શરૂ થશે જે 8 જૂન સાંજે પાંચ કલાક સુધી ચાલશે તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ  www.gseb.org અથવા sci.gseb.org ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઓનલાઇન અરજી સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં. 


ધમણ મુદ્દે ધમાસાણઃ નીતિન પટેલનો પલટવાર, કહ્યુ- કોંગ્રેસ 'નાદાન' હરકત ન કરે  


સમગ્ર રાજ્યમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કોઈપણ ઉત્તરવહીના અવલોકન માટે વિદ્યાર્થીઓને ગાંધીનગર બોલાવવામાં આવશે નહીં. રાજ્યના વિવિધ ઝોન પાડીને ઝોન મુજબ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરીયાત મુજબ વિકેન્દ્રીકરણ કરી ઉત્તરવહી અવલોકન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર