#CoronaAlert : સુરત એરપોર્ટ પર શારજાહથી આવતા મુસાફરો આવી ગયા શંકાના દાયરામાં
ચીન બાદ અન્ય દેશો માં કોરોના વાયરસે (#coronavirusindia) પગપસારો શરૂ કરતાં વાયરસની અસર થી સુરત શહેરને બચાવવા માટે સુરત એરપોર્ટને એલર્ટ થઈ ગયું છે. હાલ ભારતમાં કોરોના ત્રણ કેસો નોંધાતા સુરતમાં કોરોના વાયરસ (corona virus) ને લઈ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત એરપોર્ટ (surat airport) ખાતે ખાસ મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. શારજાહથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિગ શરૂ કરાયું છે.
ચેતન પટેલ/સુરત :ચીન બાદ અન્ય દેશો માં કોરોના વાયરસે (#coronavirusindia) પગપસારો શરૂ કરતાં વાયરસની અસર થી સુરત શહેરને બચાવવા માટે સુરત એરપોર્ટને એલર્ટ થઈ ગયું છે. હાલ ભારતમાં કોરોના ત્રણ કેસો નોંધાતા સુરતમાં કોરોના વાયરસ (corona virus) ને લઈ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત એરપોર્ટ (surat airport) ખાતે ખાસ મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. શારજાહથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિગ શરૂ કરાયું છે.
એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી
સુરત એરપોર્ટ કોરોના વાયરસને લઈ એલર્ટ થઈ ગયું છે. એરપોર્ટ પર મેડિકલ ટીમ પણ મુકાઈ છે. શારજાહથી આવતા યાત્રીઓનું સ્ક્રીનિગ કરાઈ રહ્યા છે. ચીન સહિતના કેટલાક દેશોમાંથી ડાયરેકટ ઈનડાયરેક્ટ આવતા મુસાફરો પર નજર છે. સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું છે. જેમાં એરપોર્ટ પર આવનાર મુસાફરો તાવ, ખાસી, શરદી સહિતની કોઈ બીમારી છે કે નહિ, તેવી માહિતી આપી રહ્યા છે. જ્યારે સુરત આરોગ્ય વિભાગ દ્વારા 30 બેડનો આઈસોલેશન બેડ તૈયાર કરાયા છે અને 15 રેપીડ એક્શન ટિમ તૈયાર કરાઇ છે.
ગુજરાતમાં કોરોના વાયરસ નથી એવું કહેતા જ અમદાવાદમાં મળ્યો શંકાસ્પદ કેસ
એરપોર્ટ પર તૈનાત મેડિકલ ટીમ અને ઇમિગ્રેશન અધિકારીઓને સ્પેશ્યિલ માસ્ક અને હેલ્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. આમ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચીનથી કોઈ ડાયરેકટ ફ્લાઇટ નથી. જેથી એરપોર્ટ એથોરિટી બેંગકોક, સિંગાપોર સહિતના સાઉથ ઇસ્ટ એશિયાના દેશમાંથી શારજાહ થઈ સુરત આવતા મુસાફરો પર વોચ રાખી રહી છે. આ વોચ કોરોના વાયરસના કારણે છે. વાયરસ ભારત અને સુરતમાં પગપસારો ન કરે એ માટે તકેદારી લેવામાં આવી રહી છે. એરપોર્ટ વાયરસને લઈ એલર્ટ છે. સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું છે. ફોર્મ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ઇન્ટરનેશનલ મુસાફરો પાસે ભરાવી રહી છે. સુરત ડાયમન્ડ સિટી છે અને ચીન હોંગકોંગ સાથે વેપાર કરવામાં આવે છે. જેથી સુરતમાં આવનાર વેપારી મુસાફરો અને વિદ્યાર્થીઓ ઉપર એથોરિટીની બાઝ નજર છે. સ્પેશિયલ ફોર્મમાં ઇન્ટરનેશનલ મુસાફરને તાવ, ખાસી, શરદી સહિતની કોઈ બીમારી છે કે નહીં, તેવી માહિતી પણ ફોર્મમાં પૂછવામાં આવી છે. જે જાતે મુસાફરો ભરી રહ્યા છે. સાથે તેઓને પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા બે માસમાં કયા દેશોના પ્રવાશે હતા. જો કોઈને તાવ, ખાંસી કે શરદી આવતી હશે તો તેની તરત જ મેડિકલ ઓફિસરથી તપાસ કરાવી પડશે. વાયરસની અસર ઇમિગ્રેશન ઓફિસરને ન થાય આ માટે પણ તકેદારી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...