ગાંધીનગરમાં ક્રિકેટ સટ્ટાકાંડમાં વિદેશી કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો, આરોપીઓએ દુબઈમાં લીધી હતી ટ્રેનિંગ
ગાંધીનગરમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાનું દુબઈ કનેક્શન નીકળ્યું, પકડાયેલા આરોપીઓ દુબઈ જઈ ટ્રેનિંગ લઈ આવ્યા હતા. 1 જેટલી ફ્રોડ કંપની ખોલી કંપનીના નામે વ્યવહારો કરતા. 20માંથી 17 આરોપી ઝડપાયા છે.
ઉદય રંજન/ગાંધીનગર: ગાંધીનગરમાંથી ઝડપાયેલા સટ્ટાકાંડમાં ફરી એકવાર દુબઈ કનેક્શન નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે સટ્ટાકાંડ મામલે ઈન્ચાર્જ SP અમીબેન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક ધડાકા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે એલસીબીની ટીમની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં 20 આરોપીઓ પૈકી 17 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 3 આરોપીઓ ફરાર છે, જેમને પકડવાની કાર્યવાહી ચાલું છે.
ડમી તોડકાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તોડ્યું મૌન, કહ્યું; કોઈને છોડવામાં નહીં આવે
ઝડપાયેલા સટ્ટાકાંડ મામલે ઈન્ચાર્જ SP અમીબેન પટેલનું વધુમાં જણાવ્યું હતું કે, આ આરોપીની ધરપકડ કરવા સાથે 50 મોબાઈલ અને રોકડ પણ ઝડપાઈ છે. જેમાં ઘટના સ્થળેથી લેપટોપ, મોબાઈલ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના સમુહ લગ્નમાં થઈ જોવા જેવી! આયોજકો જ કરિયાવર લઈને થયા રફૂચક્કર
મુખ્ય આરોપી અન્ય લોકોને દુબઈ બોલાવી ટ્રેનિંગ આપી પરત ભારત મોકલી આ સટ્ટો રમાડવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં 11 જેટલી ફ્રોડ કંપની ખોલવામાં આવી હોવાનો સામે આવ્યું છે. આ કંપનીના રેલેટેટેડ નામે બેંક ખાતા ખોલાવી તેમાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. જે આરોપીઓ પકડાયા છે તે દુબઈ ટ્રેનિંગ લઈ આવ્યા હતા. તેમના પાસપોર્ટમાં દુબઈ ટૂરના વિઝા મળી આવ્યા છે. આરોપીઓ રાજસ્થાન હોવાને પગલે તેમના પરિવાર અંગે માહિતી મેળવવામાં આવશે. પૂર્વ ધારાસભ્યની કોઈ સંડોવણી હજુ સુધી સામે આવી નથી. જે ફ્લેટ હતો તે જયરાજસિંહ ભરતસિંહ રેહવરના નામે હતો.
ગુજરાતી વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયા જવાનું સપનું રોળાયું, આ 5 યુનિ.ઓએ મૂક્યો પ્રતિબંધ
17 આરોપી ઝડપાયા
ઈન્ચાર્જ એસપીએ કહ્યું કે, 4 લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે તેમજ આ સટ્ટાકાંડનું વિદેશી કનેક્શન હોવાની પણ માહિતી છે તેમજ રાદેસણ વિસ્તારમાં સટ્ટાકાંડની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જેમાં રવિ માળી અને જીતુ માળી IPL પર સટ્ટો રમાડનારા મુખ્ય આરોપી છે તેમજ કુલ 20 આરોપીમાંથી 17 આરોપી ઝડપાયા છે અને 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.